<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ભાવનગરમાં શાકભાજી લેવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થયા બાદ માથું ડિવાઇડર સાથે અથડાતા મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦ :  ચિત્રા વિસ્તારમાં એકટીવા સ્કૂટર પર જતી મહિલાનું રોડ ઉપર સ્કૂટર સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા થતાં કરુણ મોત નિપજ્યું હતું.

 નિર્મળ નગર કષ્ટભંજન શેરી પ્લોટ નંબર ૧૦૫ માં રહેતા દક્ષાબેન ભુપેન્દ્રભાઈ પટેલ ઊં.વ.૪૦ શહેરના ચિત્રા માર્કેટિંગયાર્ડ નજીક એકિટવા લઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્કૂટર સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા લોહીયાર હાલતે ૧૦૮ ઈમરજન્સીમાં સર. ટી .હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે ડી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:13 AM IST)