News of Monday, 10th March 2025
કુંવરજીભાઇના ગઢમાં કોળી-ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન
ઘનશ્યામ રાજપરા નામના યુવકની હત્યાના બનાવ બાદ પરિવારને ન્યાય અપાવવા અને પોલીસ પર કરવામાં આવેલા પથ્થર મારાના કેસો પરત ખેંચવા સહિતના મુદ્દે સરકાર પર ચાબખાઃ: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર,અમિત ચાવડા,પુંજા વંશ અને ઋત્વિક મકવાણાએ સરકાર બેધારી નીતિ કરતી હોવાના અક્ષેપો કર્યા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૦: થોડા સમય પહેલા જસદણના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર કોળી યુવકની સાત શખ્સોએ હત્યા કર્યા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢવાના બાબતે પોલીસ સ્ટેશન અને પોલીસ ઉપર પથ્થર મારો કરવાની ઘટના બાદ કોળી યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા અને પરિવારને ન્યાય આપવા આજે કુંવરજીભાઈના ગઢમાં કોળી સમાજે (કોંગ્રેસે)શક્તિ પ્રદર્શન કર્યું હતું જેમાં કોંગ્રેસના અને આપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિછીયા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોળી અને ઠાકોર સમાજના આ સંમેલનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાંથી ધોમધખતા તાપમાં પણ હજારો લોકો ઉમટી પડ્યા હતા.
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ટિકિટ માંગવાની હોય ત્યારે આગેવાનો કહે છે કે અમારા સમાજના આટલા મત છે તો મને ટિકિટ મળવી જોઈએ ચૂંટાયા બાદ તેમણે કુવરજીભાઈ બાવળિયા નું નામ લીધા વગર કહ્યું હતું કે હવે સરકારને કેમ નથી કેતા અમારા સમાજને આટલો અન્યાય થયો હોય અમને ન્યાય આપો.
આ ઉપરાંત અમિત ચાવડા, પુંજાભાઈ વંશ સહિતના કોંગ્રેસના આગેવાનોએ સરકાર ઉપર ચાબખા મારી કોળી સમાજ ઉપર થતા અન્યાયો સામે જો યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો ગાંધીનગર ભેઞા થઈ સરકારને ધેરશુ.
હત્યાની ઘટના બાદ ૯૨ વ્યક્તિઓ ઉપર થયેલા પોલીસ કેશો તાત્કાલિક પરત ખેંચવાની પણ માંગ કરી હતી આગેવાનોએ જણાવ્યું હતું કે અગાઉ ગુજરાતમાં અનેક સમાજના કેસો સરકારે પરત ખેંચીયા છે તેની સામે અમને કશો જ વાંધો નથી પરંતુ કોળી સમાજના યુવાનો પર જે ફરિયાદ દાખલ કરીને હેરાન કરવા માટેના ઙ્કયત્નો કર્યા છે તે અયોગ્ય છે તેમણે સરકાર પાસે અપેક્ષા રાખતા કહ્યું હતું કે કોળી ઠાકોર સમાજને ન્યાય મળે.
સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ આ બાબતે નૈતિક જવાબદારી બને છે આવા આગેવાનોએ કોઈ પણ પક્ષા પક્ષીથી દૂર રહીને સર્વ પક્ષી બનીને સરકારમાં યોગ્ય રજૂઆત કરવી જોઈએ.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
