<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

મુન્દ્રા એસઈઝેડમાં વિદેશ વ્યાપારના ઓઠા હેઠળ ૨૧૦૦૦ કરોડના મની લોન્ડરિંગ કૌભાંડમાં માસ્ટર માઈન્ડ કસ્ટમ અધિકારી સસ્પેન્ડ

દેશને આર્થિક નુકસાન પહોંચાડનારા દેશદ્રોહી ગદ્દારોના બેંક ખાતાઓ, મિલ્કતોની ઊંડી તપાસ કરી આકરી સજા ફટકારવી જોઈએ, ડીઆરઆઈની સાથે અન્ય એજન્સીઓ તપાસમાં જોડાય તો મોટું કૌભાંડ ખુલે, ત્રણ જણની ધરપકડ થઈ ચૂકી છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : ઓવરવેલ્યુએશન (માલની મૂળ કિંમત કરતા અનેક ગણી વધુ કિંમત) દર્શાવી આયાત નિકાસના વિદેશી વ્યાપારના ઓઠા હેઠળ કાળા નાણાં ધોળા કરી દેશની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવાનું કૌભાંડ ડીઆરઆઈ દ્વારા મુન્દ્રા એસીઝેડમાંથી ઝડપી પાડયા બાદ સનસનીખેજ હકીકતો બહાર આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય સહિત અન્ય એજન્સીઓ સુધી ફરિયાદ પહોંચ્યા બાદ ડીઆરઆઈએ મુન્દ્રા એસીઝેડમાં હાથ ધરેલ તપાસમાં કથિત કરોડનું આ સમગ્ર કૌભાંડ ખુલ્યા બાદ ત્રણ વ્યવસાયિકો કેરી ઇન ડેવ વેરહાઉસના સુનિલ જોઈસર ઉપરાંત અન્ય શખ્સો સુનિલ ગોહિલ અને કસ્ટમ બ્રોકર મુકેશની ધરપકડ થઈ ચૂકી છે. આ કૌભાંડમાં મુન્દ્રા સેઝના કસ્ટમ અધિકારી સુરેશ ઠાકુરની ભૂમિકા બહાર આવી હતી.  હવે તેને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે. માસ્ટર માઇન્ડ તરીકે કસ્ટમના જ સરકારી અધિકારીની ભૂમિકાએ સૌને ચોંકાવી દીધા છે. હજારો કરોડ કાળા નાણાં બ્લેક મનીને વ્હાઇટમાં ફેરવવાના આ કૌભાંડના તાણાવાણામાં જો અન્ય એજન્સીઓ ઝુકાવે તો હજી પણ મોટા કડાકા ભડાકા ખુલે એમ છે. બેંક ખાતાઓ અને મિલકતોની તપાસ જો થાય તો મૂળ સુધી પહોંચી દેશ અને વિદેશની કંપનીઓના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.

(9:37 AM IST)