હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અદાણી અંબુજા સિમેન્ટ અને અંબુજા ફાઉન્ડેશન દ્વારા ભારતીય સેના અને ગુજરાત પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નવી પહેલ

પ્રભાસપાટણ તા.૧૧: છેલ્લા ઘણા સમયથી અંબુજા સિમેન્ટની ઘ્લ્ય્ પ્રવળતિઓ અંતર્ગત અંબુજા ફાઉન્ડેશન દ્વારા કળષિ કાર્ય, મહિલા સશક્તિકરણ, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, જળ સંચય અને યુવાનોને રોજગાર આધારિત કૌશલ્ય તાલીમ જેવા અનેક સમાજ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
કૌશલ્ય તાલીમ કાર્યક્રમ દ્વારા જિલ્લાના ૯૫૦૦ થી વધુ તાલીમાર્થીઓને વિવિધ પ્રકારની તાલીમ આપી રોજગાર સાથે જોડવામાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા અંબુજા સિમેન્ટ પ્લાન્ટના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર શ્રી સંજય વૈશિષ્ઠ કે જેઓ પોતે ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ સ્ક્વોડ્રન લીડર તરીકે ફરજ બજાવી ચૂકયા છે તેમણે ખાણ વિસ્તારના ગામોના યુવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમની ચર્ચા દરમિયાન તેમણે ભવિષ્ય વિશે જણાવ્યું હતું કે રામપરા, ભેટાળી, કોડીદરા, કુકરાસ અને આનંદપરાના ઘણા યુવાનોનું સપનું ભારતીય સેના અને રાજ્ય પોલીસમાં જોડાઈને દેશ અને રાજ્યની સેવા કરવાનું છે.
યુવાનોની માંગણી મુજબ, તેમણે ભારતીય સેના, પેરા મિલિટરી ફોર્સ અને ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયાના ભાગરૂપે શારીરિક અને સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તૈયારી કરવા માંગતા તમામ યુવાનો માટે આ વિસ્તારના ગામડાઓમાં તુરંત જ શારીરિક તાલીમની તૈયારી માટે જગ્યા ઉપલબ્ધ કરાવી. આ સાથે યુવાનોને લેખિત પરીક્ષાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે જેથી કરીને અહીંના યુવાનો તેમના ભવિષ્ય માટે જે સ્વપ્ન જુએ છે તે સાકાર થઈ શકે.
આ પ્રસંગે, અનોખી પહેલનું ભવ્ય ઉદ્ધાટન ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા (IPS), શ્રી સંજય વશિષ્ઠ, શ્રી ઉમાશંકર ચૌધરી ચીફ પ્લાન્ટ મેનેજર, ટોબરા જીલેશ્વર મહાદેવ ના મહંત સરયુગીરી જી માતાજી, રામપરા, આનંદપરા, કુકરાસ, કોડીદ્રા તેમજ ભેટાળી ગામના સરપંચો, ઉપ સરપંચો અને ગ્રામ્ય લોકોની હાજરીમાં થયું હતું. કાર્યક્રમમાં તમામ ગામોના યુવાન ભાઈઓ, બહેનો, માતાઓ અને ગ્રામજનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એસ.પી. મનોહર સિંહ જાડેજા એ આ પ્રયાસની સરાહના કરી આવા પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ યુવાનોને શિસ્ત, નિયમિત કસરત, લેખિત પરીક્ષાની તૈયારી વિશે માહિતી આપી તેમનું માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમજ હાજર મહાનુભાવો તેમજ ગામના સરપંચશ્રીઓ અને ઉપ સરપંચશ્રીઓ એ પણ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અંબુજા ફાઉન્ડેશનના પ્રાદેશિક વડા દલસુખ વઘાસિયા એ ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર દેવાભાઇ રાઠોડ )









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
