જૂનાગઢમાં ખરાબ રસ્તાને કારણે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
ગિરનાર દરવાજા પાસે અકસ્માત, ૨ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે ખરાબ રસ્તાને લઇ વહેલી સવારે બાઇક સ્લીપ થતા એક યુવકનું મળત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને લઇ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ મયારામ દાસજી આશ્રમ નજીક રહેતા ૩૩ વર્ષીય વિપુલભાઈ ભીખુભાઈ જાદવ નામનો યુવાન સોમવારે વહેલી સવારના ૫ વાગ્યાની આસપાસ જીજે ૧૧ એજે ૭૭૫૨ નંબરના બાઈક પર બેસીને ગિરનાર દરવાજા નજીક રામ ઝરૂખા પાસેનાં રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.
તે વખતે ભંગાર રસ્તાના કારણે બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઇજા થવાથી યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મળત જાહેર કરવામાં આવ્યો હતો. યુવાનના મળત્યુથી તેના બે પુત્ર એ પિતાનું છત્ર ગુમાવતા ગમગીની છવાઈ ગઈ હતી.
અકસ્માત અંગે મળતકના ભાઈ રમેશભાઈ ભીખુભાઈ જાદવની ફરિયાદ લઈ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં ગિરનાર ડોળી એસો.નાં ઙ્કમુખ રમેશભાઈ બાવળીયા અને મળતકના ભાઈ રમેશભાઈએ બિસ્માર રસ્તાને લઇ મહાનગરપાલિકાની બેદરકારીથી વિપુલભાઈનું મળત્યુ થયાનો આક્ષેપ કરી મળતકના ૭ અને ૧૩ વર્ષના બે પુત્રને અભ્યાસ સહિતની આર્થિક સહાય સરકાર તરફથી કરવામાં આવે એવી માગણી કરી હતી.(પ-૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
