<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ચોટીલાના કુંઢડા પાસે પતિના મોટરસાઇકલમાંથી પડી જતાં વૃધ્‍ધા સમજુબેન દુધરેજીયાનું મોત

લગ્નમાં હાજરી આપવા ધરમપેર જતી વખતે બનાવ : સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: ચોટીલામાં પતિના મોટરસાઇકલ પાછળથી પડી જતાં ઇજા થવાથી વૃધ્‍ધાનું મોત થયું છે. પતિ-પત્‍નિ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલાના ચામુંડા નગરમાં રહેતાં સમજુબેન રણછોડભાઇ દુધરેજીયા (ઉ.વ.૬૩) નામના વૃધ્‍ધા તા. ૪ના રોજ ચોટીલાના કુંઢડા ગામ પાસે પતિ રણછોડભાઇ દુધરેજીયાના બાઇક પાછળથી પડી જતાં ઇજાઓ થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર સમજુબેનને સંતાનમાં  એક પુત્રી અને ચાર પુત્ર છે. પતિ ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. બંને ધરમપુર ગામે કુટુંબીને ત્‍યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. ગત રાતે રાજકોટ સિવિલમાં દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:26 AM IST)