<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

બાઇકના વ્‍હીલમાં પત્‍નિની સાડી ફસાઇ જતાં સ્‍લીપ થયું: પતિનું મોત, પત્‍નિને ઇજા

લાઠીના લીલીયા નજીક બનાવઃ ખારા ગામના સાડત્રીસ વર્ષના યુવાન ગોૈતમભાઇ વેકરીયાનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્‍પિટલમાં મોતઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૧: લાઠી નજીક બાઇકમાં પાછળ બેઠેલા પત્‍નિની સાડી બાઇકના વ્‍હીલમાં ફસાઇ જતાં બાઇક સ્‍લીપ થઇ જતાં પતિ-પત્‍નિને ઇજા થઇ હતી. જેમાં પતિનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ લીલીયાના ખારા ગામે રહેતો ગોૈતમભાઇ જેરામભાઇ વેકરીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન ગઇકાલે સવારે બાઇક પાછળ તેના પત્‍નિ દયાબેનને બેસાડી અમરેલી દવા લેવા ગયા બાદ પતિ-પત્‍નિ ત્‍યાંથી પરત આવી રહ્યા હતાં ત્‍યારે લાઠીના લીલીયા નજીક બંને પહોંચ્‍યા ત્‍યારે પાછળ બેઠેલા પત્‍નિ દયાબેનની સાડી બાઇકના વ્‍હીલમાં ફસાઇ જતાં બાઇક સ્‍લીપ થઇ જતાં પતિ-પત્‍નિ બંને ફગોળાઇ જતાં ઇજાઓ પહોંચતા અમરેલી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

ત્‍યાંથી ગોૈતમભાઇને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. અહિ ગત રાતે દમ તોડી દીધો હતો. મૃત્‍યુ પામનાર યુવાન છુટક મજૂરી કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં બીજો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. માલવીયાનગર પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી લાઠી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:28 AM IST)