<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પાછળથી ટ્રકે ટક્કર મારતા કાર આગળ જતા દૂધના ટેન્‍કર પાછળ ઘુસી જતા રાજકોટના પિતા-પુત્રને ઇજા

સુરેન્‍દ્રનગર જીલ્લામાં અકસ્‍માતના પાંચ બનાવઃ એકનું મોતઃ કુસદશ વ્‍યકિતઓને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧ :..  મળતી માહીતી મુજબ હરીપર પાસે ર કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ૧૦થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ૧૦૮ દ્વારા દવાખાને લઈ જવાયા હતા.  મુળી તાલુકાના લીમલી ગામે રહેતા ૩૪ વર્ષીય પ્રતીપાલસીંહ લાલુભા મસાણી ખેતી કરે છે. તા. ૪-૩ના રોજ રાતના સમયે તેઓ બાઈક પર મીત્ર હરપાલસીંહ દિગુભા પરમાર સાથે ખેરાળી ગામથી બાયપાસ તરફ જતા હતા. ત્‍યારે ખેરાળી રોડ પર સીધ્‍ધી વિનાયક રેસીડેન્‍સી પાસે સામેથી આવતી શટલ રિક્ષાના ચાલકે બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે અકસ્‍માત કર્યો હતો. જેમાં પ્રતીપાલસીંહ અને હરપાલસીંહને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં હરપાલસીંહ પરમારનું માથામાં ગંભીર ઈજા થવાથી મોત થયુ હતુ.

 તપાસ એચસી બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે. બીજી તરફ રાજકોટના રેલનગરમાં રહેતા ૪૫ વર્ષીય બલભદ્રસીંહ નીરૂભા ચુડાસમા આઈસીઆઈસીઆઈ લોમ્‍બાર્ડ કંપનીમાં નોકરી કરે છે. તા. ૭-૩ના રોજ રાત્રે તેઓ પોતાની વોગસવેગન કારમાં પિતા નીરૂભા સાથે મુળીના કુકડા ગામેથી રાજકોટ જતા હતા. જેમાં મુળી-ડોળીયા હાઈવે પર ભાડુકા ગામના બોર્ડ પાસે બમ્‍પ આવતા તેઓએ કાર ધીમી કરી હતી. જેમાં પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને પાછળથી ટક્કર મારી હતી. જેના લીધે કાર આગળ જતા દુધના ટેન્‍કર પાછળ ઘુસી ગઈ હતી. આ બનાવમાં બલભદ્રસીંહ અને નીરૂભાને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની સાયલા પોલીસ મથકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.ડી.રાઠોડ ચલાવી રહ્યા છે.

આ ઉપરાંત સાયલાના ભરડીયામાંથી કપચીનો રેફો ભરીને એક ડમ્‍પર ધોલેરા જતુ હતુ. ત્‍યારે લીંબડી ત્રણ રસ્‍તા પાસે અચાનક ડમ્‍પરનું ટાયર ફાટયુ હતુ. જેમાં ડમ્‍પર પાછળ લ્‍યુના લઈને આવતા ભરતભાઈ માનસંગભાઈ જાદવને ઈજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. અને સાયલા તાલુકાના નડાળા દેવગઢ) ગામના ધો. ૧૦ના છાત્રો સવારે ગામથી પરીક્ષા કેન્‍દ્ર ધજાળા ખાતે ઈકો કારમાં પરીક્ષા દેવા જતા હતા. ત્‍યારે લીંબાળા પાસે અચાનક ઈકો કાર પલટી ખાઈ જતા ૧ છાત્રને ઈજાઓ પહોંચી હતી. આથી તેને પરીક્ષા કેન્‍દ્ર ખાતે લઈ જઈ સૌઙ્ઘથમ સારવાર કરાવી ત્‍યારબાદ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા માટે બેસાડયો હતો. (પ-૯)

(10:51 AM IST)