<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ખંભાળિયામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ખાનગી બસમાંથી મળી આવતા તપાસનો ધમધમાટ

મૃતદેહ કોનો છે ? કેવી રીતે મૃત્યુ થયું ? તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ :
દેવભૂમિદ્વારકા જીલ્લાના ખંભાળિયામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

        ખાનગી બસમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ મચ્યો છે.બસ ચાલકે મૃતદેહ બાબતે પોલીસ મથકે જાણ કરી હતી.મૃતદેહ કોનો છે ? કેવી રીતે મૃત્યુ થયું ? તે અંગે સવાલો છે.સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(11:39 AM IST)