<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

તીર્થાટન બાવળિયાળી સંત નગા લાખા બાપા દેવસ્‍થાનમાં ૧૬ થી રર માર્ચ પૂ.રમેશભાઇ ઓઝાની શ્રીમદ્‌ ભાગવત ગૌપજ્ઞાન ગાથા

(મનીષ દવે)ભાવનગરઃ ધોલેરા પાસે બાવળીયાળીના લબ્‍ધપ્રતિષ્‍ઠીત સંત નગા લાખા બાપા દેવસ્‍થાનમાં તા.૧૬ થી રર માર્ચ સુધી પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ ભાગવત ગૌપજ્ઞાન ગાથાનું આયોજન થયેલ છે. કથાનો સમય ૯ થી ૧ સુધી છે.

ગેડીયા (સુરેન્‍દ્રનગર)ના સંત ભગવાનદાસજી મહારાજના જણાવ્‍યા અનુસાર ઠાકરધામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ પ૧ કુંડીયજ્ઞ તા.૧૪ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે. તા.૧૬ માર્ચ સવારે ૧૦-૧પ કલાકે પોથીયાત્રા તા.૧૭ કપીલ જન્‍મ, તા.૧૮ નૃસિંહ પ્રાગટય (સવારે૧૦-૧પ કલાકે) આજ દિને રામ જન્‍મોત્‍સવ તા.૧૯ નંદ મહોત્‍સવ, તા.ર૦ ગોવર્ધન પુજા, તા.ર૧ કૃષ્‍ણ રુકમણી વિવાહ, તા.રર સુદામા ચરીત્ર/કથા વિરામ.

તા.૧૭ માર્ચ સવારે ૧૦-૧પ કલાકે આરાધના/અભિવાદન પદપ્રતિષ્‍ઠા સમારોહ પીરયોગી શ્રી પૂ.શેરનાથબાપુના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. જેમાં મહંત કાનજી બાપુ (મોટી બોરૂ)ના વરદ હસ્‍તે ગોપાલભગતની ગાદી તિલકાભીષેક થશે. આ પ્રસંગે ઉપસ્‍થિત સંતો મહંતો, તેમજ મહાનુભાવો બાવળીયાળી મહામંડલેશ્વર પૂ.રામબાપુ ની વિધ-વિધ તુલા યોજાશે, સર્વો માટે રહેવા-જમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાયેલ છે.

ગેડીયાના સંત ભગવાનદાસજી મહારાજએ અંતમાં ઉમેર્યુ કે અખંડ મહાપ્રસાદના દાતા સાંઇઠના ભવાનભાઇ આર.ડાંભલ્‍યા છે. રોજ રાત્રીના નામાંકીત કલાકારો સંતવાણી પીરસશે.

મહોત્‍સવને સફળ બનાવવા વશરામ ભગત, રૂમાલ બાપુ, કાળુબાપુ, ઇશુબાપુ, ભગીરથ પ્રયાસો કરી રહયાં છે

(12:14 PM IST)