હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
''પૂ.ભાઈશ્રી'' રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં પોરબંદર શ્રી હરિ મંદિરમાં હોળી-ધૂળેટીનું રંગોત્સવ
સર્વે હરિભકતોને પૂજ્ય ભાઈશ્રીના હસ્તે પ્રસાદ વિતરણ થશેઃ વૃંદાવનની રસિયા મંડળી દ્વારા રસિયા ગાયન સાથે ઠાકુરજી અને શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વેદેવી-દેવતાઓ સાથે ''પૂ. ભાઈશ્રી'' વિવિધ રંગોથી હોળી રમશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૧: પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં તા. ૧૩/૦૩/૨૦૨૫, ગુરુવારે હોળી ઉત્સવ તથા તા.૧૪/૦૩/૨૦૨૫, શુક્રવારના રોજ ધૂળેટી ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
ફાગણ સુદ પૂનમ બુધવારના રોજ સવારે ૮:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર નૂતનધ્વજારોહણ થશે. સાંજે ૬:૦૦ વાગ્યેથી ઠાકુરજી સન્મુખ વૃંદાવનથી આવેલ ખાસ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ થી ૭:૦૦ દરમ્યાન ઉત્સવસ્વરૂપ સર્વે વિગ્રહોની સાથે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અબીલ, ગુલાલથી સાથે રંગોત્સવ સંપન્ન થશે. ૭:૦૦ વાગ્યે સાયં આરતી સંપન્ન થશે અને ત્યારબાદ ૮:૦૦ વાગ્યે વિધિવત સંકલ્પપૂર્વક હોલિકાદહન થશે. આ તકે ઉપસ્થિત રહેનારા સર્વે હરિભકતોને પૂજ્ય ભાઈશ્રીના હસ્તે પ્રસાદ વિતરણ થશે.
તા. ૧૪/૦૩/૨૦૨૫, શુક્રવાર ફૂલડોલ ઉત્સવ
તા. ૧૪/૦૩/૨૦૨૫, શુક્રવાર, ધૂળેટી પર્વના દિવસે સવારે ૮:૦૦ વાગ્યે શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર વિધિવત પૂજન પૂર્વક નૂતન ધ્વજારોહણ સંપન્ન થશે. ૯:૩૦ વાગ્યે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન વૃંદાવનની રસિયા મંડળી દ્વારા રસિયા ગાયન સાથે ઠાકુરજી અને શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવી-દેવતાઓ સાથે પૂજ્ય ભાઈશ્રી વિવિધ રંગોથી હોળી રમશે.
બપોરે ૧૨:૩૦ કલાકે પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી થશે. આ સમગ્ર હોળી-ધૂળેટીના રંગોત્સવ પર્વનો આનંદ અને દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ, શ્રીહરિ મંદિર નિમંત્રણ પાઠવે છે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
