<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પોરબંદરમાં બબાલ બાદ સત્યતાની તપાસને બદલે અમાનવીયતા આચરી ?

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦ : રસ્તામાં સામાન્ય બાબતમાં એક છોકરા સાથે યુવાનને બબાલ થયાની જાણ કોઇએ પોલીસ સ્ટેશને કર્યા બાદ આ યુવાનને લઇ જઇને કસ્ટડીમાં સત્યતાની તપાસને બદલે બેરહેમીથી માર મારતા યુવાનને ફ્રેકચર  ઇજા થતા સારવાર માટે ખસેડયાની ચર્ચા થઇ રહી છે.

બેરહેમીનો ભોગ બનેલ યુવાનને છોડાવવા તેના પરિવારના મોભી ગયેલ ત્યારે તેમને દાદ અપાય નહોતી. માર માર્યા બાદ ર૪ કલાક સુધી યુવાનને સારવાર નહી મળ્યાની ચર્ચા છે. એક ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે જતા આ ખાનગી હોસ્પીટલમાં આ કેસ લેવામાં આવ્યો નહોતો અને સરકારી હોસ્પીટલમાં સારવા માટે લઇ જવાયેલ અને સરકારી હોસ્પીટલના ડોકટરના રીપોર્ટ મુજબ યુવાનને પગમાં પાંચ ફ્રેકચર થયાનું જણાવ્યું હતું.

અમાનવીયતાના આ બનાવ અંગે કલેકટર અને ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી પરંતુ તપાસ આગળ વધી નહોતી અને કેટલાક સંબંધીત જવાબદારોને કાનુની નોટીસો મોકલ્યાનું હાલ ચર્ચીત છે.

ત્રણેક દાયકાઓ પહેલા પોરબંદરના  પ્રવેશ દ્વાર કર્લીપુલ પાસે કોઇ બોર્ડ લગાડી ગયંુ હતું જેમાં લખ્યું હતું કે કાયદો વ્યવસ્થાની હદ અહી પુરી થાય છે. આ બોર્ડના લખાણે તે વખતે ભારે ચર્ચા જગાવી હતી. આ પ્રશ્ન વિધાનસભામાં પણ મુકીને પોરબંદરની કાયદો વ્યવસ્થા સુધારવા પ્રશ્નો પુછાયા હતા.

તાજેતરમાં યુવાન સાથે અમાનવીય વ્યવહાર પાછળ એક રાજકીય મોભીનો ઇશારો હોવાનું પણ કહેવાય છે. જયારે આ સંબંધે સત્ય શું છે? તે બહાર લાવવું જરૂરી હોવાનું માનવામાં આવી રહયું છે.

(1:40 PM IST)