હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણા ની ૨ લાખ ગુણીની આવક થી છલકાયું
યાર્ડમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર ના ખેડૂતો ધાણા લઈને આવ્યાં હતાં, બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા ની આવક બંઘ

ગોંડલ : સૌરાષ્ટ્ર નુ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમા ધાણા ની આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ થતાં જ હાઈવે પર ૮ થી ૯ કીમી લાંબી લાઈનો લાગી હતી. હાઈવે પર બંને બાજુ ૩૦૦૦ થી વધુ વાહનો જોવાં મળ્યા હતા. યાર્ડ ના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું યાર્ડ મા એક સાથે બે લાખ ગુણીની આવક થતાં યાર્ડ ધાણા થી છલકાયું હતું. યાર્ડમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર ના ખેડૂતો ધાણા લઈને આવ્યાં હતાં. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા ની આવક બંઘ કરવામાં આવી છે તેમ યાર્ડ ના સતાધીશો દ્વારા જણાવ્યું હતું.(તસ્વીર-અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
