<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પોરબંદરમાં પૂ.ભાઈશ્રીના સાન્નિધ્યમાં કાલથી સંસ્કૃતિ ચિંતન-સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠી

આજે તા.૧૨ અને ૧૩ માર્ચ દરમ્યાન સાત સત્રોમાં આયોજનઃ જેમાં સાહિત્યના અલગ-અલગ વિષયો પર ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકારો/લેખકો ઉદબોધન કરશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧ આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી ઉત્સવના પૂર્વે સંસ્કૃતિ ચિંતન સત્ર અંતર્ગત યોજાતી સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિનું આ વર્ષે પણ તા.૧૨ અને ૧૩ માર્ચ દરમ્યાન સાત સત્રોમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્યના અલગ-અલગ વિષયો પર ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકારો/લેખકો ઉદબોધન કરશે.

સંસ્કૃતિ ચિંતન

સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી ઉત્સવના અવસરે તારીખ ૧૨ અને ૧૩મી માર્ચ દરમ્યાન સંસ્કૃતિ ચિંતન અંતર્ગત સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીનું સાત સત્રોમાં આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૨-૦૩-૨૦૨૫, બુધવારે જ્ઞાનગોષ્ઠીના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં સવારે ૧૦:૦૦ થી ૧૧:૧૫ દરમ્યાન ઉદ્ઘાટનસત્ર યોજાશે. ઉદ્ઘાટનસત્રના પ્રારંભે પૂર્વ આઈ. એ. એસ. તેમજ જાણીતા સાહિત્યવિદ્ ભાગ્યેશભાઇ જહા કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરશે. આ સત્રના મુખ્ય વકતા તરીકે ધ ખુબજ પ્રખ્યાત ચિંતક, ધ ઓર્ગેનાઈઝરના લેખક અને એડિટર શ્રી ફુલ્લ કેતકર ઉપસ્થિત રહીને ઉદ્બોધન આપશે. આ સત્રના અંતે પૂજ્ય ભાઈશ્રી પ્રસંગોચિત આશીર્વચન આપશે. આ સત્રનું સમન્વયન શ્રી હરદ્વાર ગોસ્વામી કરશે.  પ્રથમ દિવસનું બીજું સત્ર ૧૧:૩૦ થી ૧:૩૦ દરમ્યાન યોજાશે. જેમાં કથા-કવિતા-ગદ્ય વિષય પર શ્રી હસિત મહેતા, મણિલાલ હ. પટેલ તથા શ્રી વિનોદ જોશી વકતવ્ય આપશે. આ સત્રના સમન્વયક તરીકે શ્રી અજયસિંહ ચૌહાણ રહેશે.

પ્રથમ દિવસના અપરાહ્ન સમયે ૩:૩૦ થી ૫:૦૦ દરમ્યાન ત્રીજું સત્ર યોજાશે. જેમાં ''સાહિત્યમાં અનુવાદ અને પુલ દેશપાંડે'' વિષય પર  અરુણાબા જાડેજા, ''ભારતીય અંગ્રેજી સાહિત્યમાં સંસ્કૃતિ ચિંતન'' વિષય પર પ્રો.મનોજ છાયા, ''મેનેજમેન્ટમાં ભારતીયતા'' વિષય પર ડો. જયેન્દ્રસિંહ જાદવ વકતવ્ય આપશે.  ત્રીજા સત્રના સમન્વયક તરીકે પ્રો. પ્રશાંત પટેલ રહેશે.

સાંજના ૫:૧૫ થી ૬:૩૦ દરમ્યાન ચોથું સત્રમાં કાવ્ય ગોષ્ઠી સંપન્ન થશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કવિઓ જેવા કે શ્રી માધવ રામાનુજ, મનોહર ત્રિવેદી, રાજેશ વ્યાસ ''મિસ્કીન'', સુ.શ્રી ઉષા ઉપાધ્યાય,  લક્ષ્મી ડોબરીયા અને સ્નોહલ જોષી દ્વારા કાવ્યો/રચનાઓનિ પ્રસ્તુતિ થશે. આ સત્રનું સંયોજન શ્રી ણવ પંડ્યા દ્વારા કરવામાં આવશે. ચોથા સત્રના સમાપન બાદ સાંજે ૭:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી સંપન્ન થશે. ત્યારબાદ રાત્રે ૮:૦૦ થી ૯:૩૦ દરમ્યાન પાંચમાં સત્રમાં ધાબા પરિષદ્ દ્વારા શિવોહમ્ શિવોહમ્ નાટકની સુંદર પ્રસ્તુતિ થશે. જેના સમન્વયક તરીકે નિયતિ અંતાણી રહેશે.

સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠીના બીજા દિવસે તા.૧૩-૦૩-૨૦૨૫, ગુરુવારે સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન છઠ્ઠું સંપન્ન થશે. જેમાં મહેશ ચંપકલાલ દ્વારા ''નાટ્યકલામાં ભારતીયતા'', કનું પટેલ દ્વારા ''ચિત્રકલામાં ભારતીયતા'' તથા  ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા ''શિક્ષણમાં ભારતીયતા'' વિષય પર વ્યાખ્યાન યોજાશે. છઠ્ઠા સત્રનું સમન્વયન કેતન કાનપરિયા દ્વારા કરવામાં આવશે.  બપોરે ૧૧:૩૦ થી ૧:૦૦ દરમ્યાન ''ગુજરાતની ભકિત પરંપરા – ભકિત સાહિત્ય'' (સંવાદ સત્ર) વિષય પર સાતમું સત્ર યોજાશે. જેમાં રમઝાન હસાણીયા, અંબાદાન રોહડિયા, પ્રો.જે.એમ.ચન્દ્રવાડીયા સંવાદ દ્વારા પોતાના વિચારો વ્યકત કરશે. ત્યારબાદ બપોરે ૧:૦૦ થી ૧:૩૦ દરમ્યાન સુવિખ્યાત ઈતિહાસવિદ્ નરોત્તમભાઈ પલાણની ઉપસ્થિતિમાં સમાપન સત્ર યોજાશે. જેના સમન્વયક તરીકે નિસર્ગ આહીર રહેશે. સંસ્કૃતિ ચિંતનના મનોરથી તરીકે તુષાર જાની ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ સેવા આપશે. પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી રંગોત્સવના અવસરે સંસ્કૃતિ ચિંતન અંતર્ગત સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠીના વિભિન્ન સત્રોમાં પ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા પ્રસ્તુત થનાર સાહિત્યિક રંગોત્સવને માણવા માટે સાંદીપનિ પરિવાર આપ સૌ ભાવિકોને નિમંત્રણ પાઠવે છે

(1:49 PM IST)