ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સીંગ ખાતે લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો
નર્સીંગ વિદ્યાર્થીઓને દીવો અથવા મીણબત્તી આપવામાં આવે છે, જે જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે અને તેઓ તેમના દર્દીઓને જે માર્ગદર્શન આપશે, દીવો અથવા મીણબત્તીનો પ્રકાશ એક પેઢીથી બીજી પેઢી સુધી નર્સીંગ ટોર્ચના પસાર થવાનું પ્રતિનિધિત્વ કરે છે,-ડો.મયંક સોની, રજીસ્ટ્રાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૧: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એફિલેટેડ મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સીંગ જુનાગઢ દ્વારા એ.એન.એમ, જી.એન.એમ તથા બી.એસસી ર્નસિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવાનો, તેમજ એ.એન.એમ તથા બી.એસસી નર્સીંગનો અભ્યાસ પૂર્ણ કરી વિદાય લઇ રહેલ વિદ્યાર્થીઓને વિદાય આપવા સાથે લેમ્પ લાઇટિંગઅને ઓથ ટેકિંગ સેરેમની ત્રિવિધ કાર્યક્રમ જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, આ પ્રસંગે મેંદરડા સ્થિત ખાખીમઢીના મહંત સુખરામ બાપુ વિશેષ પસ્થિત રહી નર્સીંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લોક સુખાકારી માટે તેમની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે આશીર્વાદ પાઠવી જણાવ્યુ હતુ કે આજનો અવસર ર્નસિંગ વિદ્યાર્થીઓના જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે તેઓએ સમાજની સેવા કરવા માટે અત્યંત સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે વચન આપે છે. શપથવિધિ એક રૂઢિગત પ્રથા છે જે નર્સીંગ વ્યવસાયમાં જવાબદારી, નૈતિકતા અને મૂલ્યોની ભાવના જગાડે છે. દિપ પ્રજ્જવલન એ વિદ્યાર્થીઓના મન અને આત્માના જ્ઞાનને દર્શાવે છે, જે દર્દીઓની કરુણા અને સહાનુભૂતિ સાથે સેવા કરવામાં મદદ કરે છે.
ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ જણાવ્યુ કે નર્સીંગના ઉમદા વ્યવસાયમાં આજથી ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. એફીલેટેડ મહાત્મા ગાંધી સ્કુલ ઓફ ર્નસિંગનાં છાત્રોની સફર શરૂ થઇ રહી છે. આવા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓની સમાજ પ્રત્યે જવાબદારી અને સમર્પણની ભાવના પેદા કરે છે. શપથ ગ્રહણ એ નર્સીંગ શિક્ષણમાં એક મહત્વપૂર્ણ પરંપરા છે જે ર્નસિંગ વ્યવસાયમાં કેન્દ્રિય એવા વ્યાવસાયિક અને નૈતિક ધોરણો પર ભાર મૂકે છે. નર્સીંગ વિદ્યાર્થીઓના હાથમાં દિપક આપવામાં આવે છે, જે જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે અને તેઓ તેમના દર્દીઓને જે માર્ગદર્શન આપશે. દીવો અથવા મીણબત્તીનો ?કાશ એક પેઢીથી બીજી પેઢી સુધી નર્સીંગ ટોર્ચના પસાર થવાનું પ્રતિનિધિત્વ કરે છે.
નર્સીંગ કોલેજનાં પ્રમુખશ્રી અને ત્રિમૂર્તિ હોસ્પિટલના ચેરમેન ડો.ડી.પી ચિખલિયાએ જણાવ્યું કે આધુનિક નર્સીંગનાં સ્થાપક અને જીવનભર એક નાનકડા ફાનસ સાથે દર્દીઓની સેવા સુશ્રુસા કરી અત્યારનાં આધુનિક નર્સીંગ સેવાઓને એક નવો રાહ ચિંધનાર ફ્લોરેન્સ નાઈટીંગલને તબીબી જગત દ્વારા આદરપૂર્વક યાદ કરી અને સાચા અર્થમાં અંજલી અર્પણ કરવાનો અવસર એટલે લેમ્પ લાઈટીંગ અને ઓથ ટેકીંગ સેરેમની અંતર્ગત આજે તબીબી ક્ષેત્રે નર્સીંગનો અભ્યાસ કરી લોક સુખાકારી માટે જ્યારે આ કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ હોસ્પિટલોમાં પોતાનું પ્રદાન આપવા જઈ રહ્યા છે ત્યારે તેઓ વધુ સારી રીતે લોકસેવા કરે અને આ કોલેજનું નામ ઉજ્જવળ કરે એવા હું આશીર્વાદ પાઠવું છું, લેમ્પ લાઇટિંગ એન્ડ સેરેમની કાર્યક્રમ દરમિયાન ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નવનિયુકત એકઝુક્યુટીવ કાઉન્સીલ મેમ્બર રાજુભાઈ વાડોદરિયા, ડો દિનેશકુમાર દઢાણીયા, ડો દિનાબેન લોઢિયા તેમજ મહાશિવરાત્રીના મેળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા ભાવિકોના આરોગ્ય માટે અવિરત ચિકિત્સા સેવા કરનાર તબીબો અને આરોગ્ય કર્મીઓનું ડો. દેવરાજભાઇ ચિખલીયા અને નર્સીંગ કોલેજ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. આ તકે ત્રિમુર્તિ હોસ્પીટલ દ્વારા મેયર ધર્મેશભાઇ પોશીયા, ખડી સમિતીનાં અધ્યક્ષ પલ્લવીબેન ઠાકર, નાયબ મેયર આકાશ કટારા, સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું શાલ- મોમેન્ટો અર્પણ કરીને સત્કાર, સન્માન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી કોલેજ ઓફ ર્નસિંગની વિદ્યાર્થીની મણવર દર્શનાએ ગણેશ સ્તુતી રજુ કરી હતી.એ.એન.એમ. દ્વિતિય વર્ષનાં વિદ્યાર્થીનીઓએ ગોપી નૃત્ય અને યોગેશભાઇ અને ટીમ દ્વારા મણીયારો રાસ રજુ કરી ઉપસ્થિતોનાં મન મોહી લીધા હતા. સામતપરા ગામની ધો- ૭માં અભ્યાસ કરતી નાનકડી દીકરી નાકરાણી જાનાએ ગ્રામિણ લોકસંસ્કૃતિની તળપદ શૈલીમાં લોકગીત દ્વારા આમંત્રીત મહાનુભાવોને આવકારી ગ્રામીણ કલ્ચરનો પરિચય આપી પોતાની કલા પ્રસ્તુત કરી હતી.
આ પ્રસંગે પૂર્વ મેયર આધ્યાશકિતબેન મજમુદાર, એડવોકેટ જે.ડી દેવાણી તેમજ આચાર્ય સંઘના પ્રમુખ જીતુભાઈ ખુમાણે નર્સીંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેવા પરાયણતાને બિરદાવી ઉજવળ કારકિર્દીની શુભકામના પાઠવી હતી. મહાનુભાવોએ ગોલ્ડ મેડલિસ્ટ ક્રિશ્યીયન હેઈસિલ હેન્વી, સિલ્વર મેડલિસ્ટ ગોસાઈ પ્રાંજલ અતુલભારતી તેમજ જાદવ પરિમલ કાંતિભાઈના સન્માન કર્યા હતા.
આ પ્રસંગે પી.જી.વી.સી.એલનાં પુર્વ ચિફ ઈજનેર પંકજ માવાણી, જિલ્લા શિક્ષણ સમિતીનાં ચેરમેન સાકરબેન દિવરાણીયા, અગ્રણી બિલ્ડર વિવેક ગોહેલ, કોર્પોરેટરશ્રી સંજયભાઇ ધોરાજીયા, સહિત કોર્પોરેટરશ્રીઓ, ગોપાલ વાગડીયા, પ્રકાશ ભંગડીયા, બાઘુભાઇ ડોબરીયા, અશ્વિન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અમુભાઇ પોંકીયા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભાવનાબેન પોંકીયા અને કોલેજનાં આચાર્યશ્રી તેમજ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન કુ. દ્રષ્ટી સોલંકીએ સંભાળ્યુ હતુ. આભાર દર્શન પ્રિન્સીપાલશ્રી સંદિપકુમાર ચૈાબીસાએ કર્યુ હતુ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
