હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓફિસર્સ ક્લબ દ્વારા કચ્છમાં રાજ્યકક્ષાની કોર્પોરેટ બેડમિન્ટન ટુર્નામેન્ટ “રણ” યોજાઈ :કોર્પોરેટ વર્ક ફોર્સ માં ફિટનેસ અને સ્વાસ્થય માટે જાગૃતતા લાવવાંનો હેતુ
કોર્પોરેટ વર્ક ફોર્સમાં ફિટનેસ અને સ્વાસ્થય વિશે જાગૃતતા લાવવી, જીતવા માટેની ભાવનાને જગાવવી, કોર્પોરેટ વચ્ચે નેટવર્કિંગ વધારવું અને સમગ્ર રીતે કચ્છ જીલ્લામાં સ્પોર્ટ્સ અને રિક્રિએશન કલ્ચરને પ્રોત્સાહન આપવા આયોજન કરાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : ઓફિસર્સ ક્લબ ભુજ દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ ટુર્નામેન્ટ "કોર્પોરેટ બેડમિન્ટન રણ" ફિટનેસ વિથ ફિધર નું તારીખ ૮ અને ૯ માર્ચ ૨૦૨૫ના ભુજ અને ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ) એ સહયોગ આપ્યો હતો. આ આયોજનના મુખ્ય હેતુ, કોર્પોરેટ વર્ક ફોર્સમાં ફિટનેસ અને સ્વાસ્થય વિશે જાગૃતતા લાવવી, જીતવા માટેની ભાવનાને જગાવવી, કોર્પોરેટ વચ્ચે નેટવર્કિંગ વધારવું અને સમગ્ર રીતે કચ્છ જીલ્લામાં સ્પોર્ટ્સ અને રિક્રિએશન કલ્ચરને પ્રોત્સાહન આપવું તે છે. તારીખ ૮ માર્ચ ખાતે લીગ મેચનું આયોજન KDTTA, આદિપુર ગાંધીધામ અને ઓફિસર્સ ક્લબ ભુજ ખાતે કરવામાં આવ્યું. ગાંધીધામ ખાતેના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વેલ્સપનના ગ્રુપ ડિરેક્ટર બ્રિગેડીયર શ્રી કાર્તિકેયન, ફોકિઆ ના એમ.ડી. શ્રી નિમિષ ફડકે, KDTTA ના પ્રમુખ શ્રીમતી તુલસી સુજાન, ખજાનચી શ્રી હરિ પિલ્લાઈ અને વિવિધ ટીમોના કેપ્ટન જોડાયા હતાં. ભુજ ખાતેના ઉદ્ઘાટન સમારોહમાં ફોકિઆ અને એગ્રોસેલના ડિરેક્ટર ચૈતન્ય શ્રોફ, ઓફિસર્સ ક્લબના શ્રી અરુણ જૈન, ભરત હાથી, બી.ડી. પ્રજાપતિ, લેફટન કર્નલ શ્રી અમિત સાંગવાન અને વિવિધ કોર્પોરેટ ટીમોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતની ૧૩ કંપનીઓ ની ૨૬ ટીમો એ ભાગ લીધો હતો. જેમાંથી ૨૨ ટીમો પુરુષોની અને ૪ ટીમો મહિલાઓની હતી. આ ટુર્નામેન્ટ માં ગુજરાતના વિવિધ શહેરો જેવાકે વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, અંકલેશ્વર, કલોલ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર વગેરે વિસ્તારો માંથી પ્લેયરો એ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં બે દિવસ દરમિયાન લગભગ કુલ ૧૭૫ મેચો રમાઈ હતી. મહિલાઓના વિભાગમાં G.S.E.C.L. ની ટીમ વિજેતા અને દિનદયાલ પોર્ટ કંડલા ની ટીમ ઉપવિજેતા રહી હતી. અન્ય ટીમો આશાપુરા ગ્રુપ અને ઓફિસર્સ ક્લબ ભુજ હતી. પુરુષોના વિભાગમાં ONGC ટીમ વિજેતા અને ઓફિસર્સ ક્લબ ભુજ ની ટીમ ઉપવિજેતા રહી હતી. આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ ઓફિસર્સ ક્લબ ભુજ ખાતે યોજાયો હતો, જેમાં લેફટન કર્નલ શ્રી અમિત સાંગવાન મુખ્ય મહેમાન તરીકે તથા ફોકિઆ ના એમ.ડી.શ્રી નિમિષ ફડકે, ઓફિસર્સ ક્લબના શ્રી સોન કેસરીયા, GSFC ના શ્રી હરીસીંગ ગુરખા, ઈફ્કો કલોલ ના શ્રી ભરત ટુકડિયા, GNFC ના શ્રી વીરેન્દ્ર રોહિત વગેર જોડાયા હતા. વિજેતા મહિલા અને પુરુષ ટીમને રૂ.૧૫,૦૦૦ અને ઉપવિજેતા ટીમને રૂ.૧૧,૦૦૦ ના પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી.આ ટુર્નામેન્ટમાં રેફરી તરીકે ઇન્ડિયન બેડમિંટ એસોસિએશન ના લીડિંગ રેફરી શ્રી વિનોદ કુરંગીયા અને તેના સહાયક તરીકે હર્ષ શાહ, ડેનીસ ગોગરી, વિનય દવે, રાજીવ દવે વગેરે એ સેવાઓ આપી હતી. આ ટુર્નામેન્ટમાં અદાણી ગ્રુપ, એગ્રોસેલ, ONGC, GNFC, GSFC, KRIBHCO, ડીપી વર્લ્ડ, દિન દયાલ પોર્ટ કંડલા, આશાપુરા ગ્રુપ, GETCO, GSELC, ઇફકો કલોલ, વેલસ્પન, વગેરે ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનાં સ્પોન્સર શ્રીજી લિક્વિડ સ્ટોરેજ ટર્મિનલ્સ પ્રાઈવેટ લિમિટેડ ગાંધીધામ, સુમિટોમો કેમિકલ, રત્નમણી મેટલ્સ અને ટ્યુબ્સ, AB બિલ્ડકોન વગેરે રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ઓફિસર્સ ક્લબ ના મહિપાલસિંહ ઝાલા, ઇરફાન સુમરા, અજીત યાદવ, સતીશ દાવડા, ડૉ. દીપક સુથાર અને ફોકિઆના મમતા વાસાણી, રોનક પ્રજાપતિ, ધ્રુવલ ગુર્જર, ભરત બારોટ વગેરે સહયોગ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
