<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

જામનગરમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફુડ શાખાએ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું.

પતાસા અને હારડાંના ઉત્પાદનકર્તાઓના કારખાનાઓમાં તપાસ:નમૂનાઓ લઈને જરૂરી સૂચનાઓ આપી

જામનગરમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફુડ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ સાથે પતાસા અને હારડાંના ઉત્પાદનકર્તાઓના કારખાનાઓમાં તપાસ કરવામાં આવી અને નમૂનાઓ લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી 

 હોળી ધુળેટીના  તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે હોળીના પર્વ સુધી ફુડ શાખા દ્વારા અવિરત કાર્યવાહી કરવામાં આવશે.  મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે જેથી ભેળસેળવાળા ખાધ્ય પદાર્થને રોકી શકાય.

(9:24 PM IST)