હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતના MSME ઉદ્યોગના વિશાળ નેટવર્કમાં 20 ટકા જેટલાં ઉદ્યોગોનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે: કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
મોટીવેશન સ્પીકર તુષાર શુક્લાએ "નારી તું નારાયણી" વિષય પર પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું:"નમો સખી સંગમ મેળા"ના ત્રીજા દિવસે નારી તું નારાયણી અને મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના પર સેમિનાર યોજાયા

ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત "નમો સખી સંગમ મેળા"ના ત્રીજા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતીમાં "નારી તું નારાયણી" અને મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના વિષયો પર સેમિનાર યોજાયાં હતાં.
બપોરના સેશનમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં ચાર દિવસીય "નમો સખી સંગમ મેળા"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પ્રતિ દિન ૧૦ હજારથી વધારે લોકો મેળાની મુલાકાત લઈ રહ્યાં છે તે આપણા માટે સૌ માટે ગૌરવની વાત છે. પોતાના ઘરમાં કોઈ મહિલા ભરતગુંથણ કરે, પાપડ વણે તેવી મહિલાઓ માટે આ "નમો સખી સંગમ મેળો" ખૂબ જ ઉપયોગી બન્યો છે. પ્રથમ વખત જુદા જુદા વિષયો પર આધારિત આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા મોટીવેશનલ સ્પીકર દ્વારા મહિલાઓને માર્ગદર્શિત કરવાની સાથે ઉપયોગી વિષયોને આવરી લીધા હોવાની જાણકારી આપી હતી.
મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે. ભારતમાં 6 કરોડથી વધુ MSMEનું વિશાળ નેટવર્ક છે, જેમાંથી 20 ટકા જેટલાં ઉદ્યોગોનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. બજેટમાં MSME માટે લોન ગેરંટી કવર 10 કરોડ કરવામાં આવી છે. ઉદ્યોગ સાહસિક મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં મહિલાઓ સક્ષમ બની છે ત્યારે આ "નમો સખી સંગમ મેળો" મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સાથે આર્થિક મજબૂતી પ્રદાન કરશે. મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે મોટીવેશનલ સ્પીકર સ્પીકર તુષાર શુક્લાએ "નારી તું નારાયણી" વિષય પર પ્રેરક ઉદબોધન કર્યું હતું તેમજ ઈ.ડી.આઈ.ના સિનિયર પ્રોગ્રામ મેનેજર નિતીનભાઇ પટેલે મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના વિષયો પર નાણા અને રોકાણ વ્યવસ્થાપન, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વ્યૂહરચના, ટેક્નોલોજી, નવીનતા અને માર્કેટિંગ અંગેની જાણકારી આપી હતી.
આ તકે મેયર ભરતભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
