હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
ભુજના સ્મૃતિ વન પાસે ટ્રક હડફેટે રાજકોટના બાંટવાના યુવાનનું મોત
મૂળ રાજકોટના બાંટવાનો આ યુવાન ભુજના હિત દિનેશગીરી ગોસ્વામી સાથે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : બેફામ દોડતા ઓવરલોડ વાહનો અને બિસ્માર રસ્તાઓના કારણે કચ્છના રાજમાર્ગો ઉપર સતત મોત ઝળૂંબી રહ્યું હોય એમ વધુ એક માર્ગ અકસ્માતે યુવાન જિંદગીનો ભોગ લીધો હતો. ભુજના સ્મૃતિ વન પાસે ડબલ સવારીમાં જતા સ્કૂટરને ટ્રકે હડફેટે લેતા ૩૫ વર્ષના યુવાન વૈભવ માનસિંગ પરમારનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજકોટના બાંટવાનો આ યુવાન ભુજના હિત દિનેશગીરી ગોસ્વામી સાથે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
