હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છ- મોરબીના સાંસદ વિનોદ ચાવડાના જન્મદિને દિવ્યાંગ દર્દીઓને ઇલેકટ્રીક વ્હીલચેર અર્પણ
અન્ય દિવ્યાંગજનોને રૂા.૨૦ લાખથી વધુ કિંમતના સાધન સહાયનું વિતરણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨: અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ, શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ, શ્રી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ,ભુજના સંયુકત ઉપક્રમે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મ દિવસ નિમિત્તે શ્રી ક.વી.ઓ. સંકુલ ભુજ મધ્યે દિવ્યાંગનોને કયારે પોતાની વિકલાંગતાનો અહેસાસ ન થાય તે માટે તેમને જરૂરી સાધન આપવાના કાર્યક્રમનું સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા,કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, રત્નમણી મેટલ્સ એન્ડ ટયુબ્સ લિમિટેડ કંપની (ભીમાસર, અંજાર) ના જગતભાઈ કીમખાબવાલા કે.ડી.સી.સી. બેન્કના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન સોલંકી, ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા તથા અન્ય મહાનુભાવોના હસ્તે દિપપ્રાગ્ટય કરી કરવામાં આવ્યુ.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ સેવા હી પરમો ધર્મના સુત્રને સાર્થક કરી સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કાર્યો થકી દિવ્યાંગજનોને મદદરૂપ થવા જે ત્રણે સંસ્થાઓના સહકારથી જે કાર્ય કરવામાં આવે તે વંદનને પાત્ર છે તેમ જણાવ્યુ હતુ.
કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે આપણા દેશના માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવ્યાંગ મુકત ભારત અંતગર્ત દિવ્યાંગજનોને મદદરૂપ થઈ તેઓ સમાજમાં માનભેર રહી શકે તે માટે આરોજ મારા જન્મ દિવસ નિમિત્તે શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ,શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ,ભુજ,સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા રત્નમણી મેટલ્સ એન્ડ ટયુબ્સ લિમિટેડ કંપની (ભીમાસર, અંજાર), માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ (મુલુંડ-મુંબઈ)ના સહકારથી દિવ્યાંગોને ઈલે. વ્હિલચેર તથા અન્ય સાધન સામગ્રી આપવાનું જે કાર્ય કરયુ છે તે પ્રશંશાને પાત્ર છે. જન્મ દિવસની સાચી ઉજવણી સમાજના જરૂરતમંદ લોકોને ઉપયોગ થઈ તેમના જીવનમાં પ્રકાશ પાથરવા જેવું બીજુ કોઈ સેવાનું કાર્ય નથી. આ પ્રસંગે તેમણે અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન, સેવાના ભેખધારી શ્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શનથી દિવ્યાંગજનો માટે કરેલ સેવાકીય કાર્યોને યાદ કરયા હતા અને માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શારિરીક અશકત લોકોને દિવ્યાંગ નામ આપી દિવ્યાંગજનોને મોટી ભેટ આપી છે તેમ જણાવ્યુ હતુ. દિવ્યાંગજનો માટે પોતાના અને સરકારશ્રી દ્વારા બનતી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી.
આ પ્રસંગે રત્નમણી મેટલ્સ એન્ડ ટયુબ્સ લિમિટેડ કંપની (ભીમાસર, અંજાર) ના જગતભાઈ કીમખાબવાલાએ જણાવ્યુ હતુ કે સમાજના જરૂરતમંદ વ્યકિતઓની સેવા કરવાનો જે મોકો મલ્યો છે તે બદલ આનંદ વ્યકત કરયો હતો અને તેમના દ્વારા દેવ નામના યુવાનને રૂ.૪ લાખની કિંમત નું જર્મન ટેકલોનોલોજીકલ પગ અપર્ણ કરવામાં આવ્યુ હતુ તે યુવાન ગોળાફેંક સ્પર્ધામાં રાષ્ટ્ર કક્ષાએ રમવા જતો હોઈ તેને જોઈતી તમામ મદદ કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના અધ્યક્ષ જીગર તારાચંદભાઈ છેડા એ જણાવ્યુ હતુ કે સાંસદ . વિનોદભાઈ ચાવડાએ દિવયાંગજનો માટેની પોતાની લાગણીને દિવ્યાંગજનો રોજિંદા ઉપયોગમાં આવતા સાધનોને ભેટ અપર્ણ કરી તે પ્રશંસાને પાત્ર છે.આપણે સૌએ દિવ્યાંગોને આદર અને સ્નેહભાવથી માન આપી દિવ્યાંગ વ્યકિતઓને સમાજના આદરભેર સ્થાન આપવું જોઈએ. દિવ્યાંગો સ્વનિર્ભર બને તેમના સારા ભવિષ્ય માટે પોતાનાથી તેમની સંસ્થાઓ દ્વારા બનતી તમામ મદદ કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારીએ જણાવ્યુ હતુ કે સરકારશ્રીના સહયોગથી અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ લોકો માટે કરવામાં આવતા કાર્યો બદલ આનંદ વ્યકત કરયો હતો. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આજરોજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મ દિવસ રત્નમણી મેટલ્સ એન્ડ ટયુબ્સ લિમિટેડ કંપની (ભીમાસર,અંજાર) ના સીએસઆર ફંડમાંથી ૨૦ નંગ અને માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ (મુલુંડ-મુંબઈ) દ્વારા ૫ નંગ એમ કુલ્લ ૨૫ નંગ ઈલેકટ્રીક વ્હિલચેર ભુકંપમાં ઈજા પામેલ પેરાપ્લેજીકલ દર્દીઓને અર્પણ કરવામાં આવી તથા સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડાના સહયોગથી અન્ય દિવ્યાંગોને સાદી વ્હિલચેર, બગલ ધોડી, કાનનું મશીન, વોકર, ડંકોડા, બ્લાઈન્ડ સ્ટીક વિગેરે સાધન અપર્ણ કરવામાં આવ્યા.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખભીમજીભાઈ જોધાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠકકર, ભુજ નગરપાલિકાના નગર સેવક રેશ્માબેન ઝવેરી, શ્રીમતી મનિષાબેન સોલંકી, ધીરેનભાઈ લાલન, સંજયભાઈ ઠકકર, અનિલભાઈ છત્રાળા, શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ હાથી, રાજકીય આગેવાન પ્રફુલ્લસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા,એડ.હરિઓમભાઈ અબોટી, પચાણભાઈ સંજોટ, રાજુભાઈ રબારી, મોહનભાઈ, અનવરભાઈ નોડે, સમસ્ત જૈન સમાજ માધાપરના પ્રમુખ હિતેશભાઈ ખંડોલ, ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ટ્રસ્ટી ગીરીશભાઈ છેડા, એ હિરાલાલભાઈ સૈયા, ધીરેનભાઈ પાસડ, કિરણભાઈ કકક્કા, સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના ટ્રસ્ટી મુકેશભાઈ ભટ્ટ, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જગદિશભાઈ ગોર, ડો. અશોકભાઈ ત્રિવેદી, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ હર્ષાબેન સુથાર, મંત્રી રિન્કુબેન જણસારી, ટ્રસ્ટી લખમશીભાઈ લોચા, કારોબારી સભ્ય વિનોદભાઈ પિઠડીયા, નીખીલભાઈ સાધુ, મિહીરભાઈ જાની, હેન્સીબેન વાઘેલા, પ્રકાશભાઈ ગાંધી, સમાજ સુરક્ષા અધિકારીગોસ્વામી સાહેબ અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન એડ. કિશોરભાઈ મહેશ્વરી અને આભારવિધી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારીએ કરી હતી. સફળ બનાવવા સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલા, સંસ્થાના કર્મયોગી હરનિસભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
