<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

કોડીનાર અમરેલી જંગલ માર્ગ હવે સારા થવાના એંધાણ

ધારાસભ્‍ય ડો.પ્રધ્‍યુમનભાઈ વાજાની વધુ એક સફળ કામગીરી

કોડીનાર, તા.૧૨: કોડીનારના જાગળત ધારાસભ્‍ય શ્રી ડો. પ્રધ્‍યુમનભાઈ વાજા દ્વારા કોડીનાર તાલુકાના લાબા સમયથી પડતર અને પ્રશ્‍નનું નિરાકરણ લાવવામાં આવ્‍યું છે. જેમાં વધુ એક પ્રશ્‍ન ચાવંડ કોડીનાર સ્‍ટેટ હાઇવેમા કોડીનારથી અમરેલી જતાં જામવાળાથી ગીર સોમનાથ જિલ્લાની હદમાં સોળ કીલોમીટર જેટલો રસ્‍તો મેટલ રોડ છે એ પછી અમરેલી જિલ્લાની હદમાં આવતો રોડ પેવર રોડ બની ગયેલ છે આ રસ્‍તે કનકાઈ બાણેજ જેવા યાત્રાધામ આવેલા છે. આ ઉપરાંત કોડીનાર ના ઘાંટવડ જામવાળા પંથક અમરેલી જીલ્લાના અમરેલી ઊપરાંત દલખાણીયા ધારી પંથક સાથે સામાજિક રીતે જોડાયેલા છે જેથી આ રસ્‍તો ખૂબ જરૂરી છે. છતાંય પણ કાચો રસ્‍તો હોય છે મહીના માટે એસટી બસો બંધ રહેતી હોય લોકોને પારાવાર તકલીફો પડતી આ વિસ્‍તારના લોકોએ આ બાબતે  રજૂઆત કરતાં તેમણે આ પ્રશ્‍નને અગ્રતા આપી ખાસ રસ લઈ મુખ્‍યમંત્રીશ્રીને રજૂઆત કરતાં મુખ્‍યમંત્રીશ્રી દ્વારા બાકી રહેતા રોડને પ્રીકન્‍સ્‍ટ્રક્‍શનની કામગીરી માટે મંજૂર કરવામાં આવી હતી જરૂર ગ્રાન્‍ટ પણ મંજૂર કરતાં આ વિસ્‍તારના લોકોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ છે ડો વાજાના પ્રયત્‍નોથી વર્ષો જુની સમસ્‍યાનો ટૂંક સમયમાં અંત આવશે.

(11:23 AM IST)