News of Wednesday, 12th March 2025
કોડીનારમાં ૩ વ્યાજખોરોના ત્રાસથી આધેડનો
આપઘાત ૩૯ લાખના ૯૦ લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૧૨: કોડીનારના અંબુજા નગર વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષીય આધેડે ત્રણ વ્યાજખોરો પાસેથી ૩૯ લાખ વ્યાજે લીધા હતાં. તેની સામે તેણે અત્યાર સુધી ૯૦.૯૩ લાખ ચુકવી દીધા હતાં. છતાં આ વ્યાજખોર શખ્સો વધુ નાણા માંગી ત્રાસ ગુજારતા હોય અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય જેનાથી કંટાળી આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
કોડીનારના અંબુજાનગરમાં રહેતા ૫૪ વર્ષીય હિપાભાઈ કનાળાએ વ્યાજખોરોના ત્રાસથી વેરાવળમાં ઝેરી દવા પી આપઘાત કર્યો છે. મળતકના ભાઈ ધીરુભાઈની ફરિયાદ પરથી આરોપીઓ મેણસી અને અરજણ સોલંકી (બંને સિંધાજના રહેવાસી) તેમજ આરીફ મેમણ (કોડીનાર) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, હિપાભાઈએ ૨૦૧૯થી ૨૦૨૧
દરમિયાન કુલ ૩૯ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેમણે વ્યાજ સહિત ૯૦.૯૩ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. આમ છતાં આરોપીઓએ વધુ પૈસાની માગણી કરી હતી. ૨ માર્ચના રોજ હિપાભાઈ વેરાવળમાં તેમના સાઢુભાઈના ઘરે આવ્યા હતા. બીજા દિવસે તેમણે પરિવારજનોને જણાવ્યું કે વ્યાજના કે કારણે મુશ્કેલીમાં છે. માવો ખાવા જવાના બહાને બહાર નીકળી તેમણે ઝેરી દવા પી લીધી હતી.
સારવાર દરમિયાન તેમનું મળત્યુ થયું. મળતકે આપઘાત પહેલા કોડીનાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સુસાઈડ નોટ લખી હતી. નોટમાં જણાવ્યા મુજબ, મેણસીભાઈ ૧૮ લાખ, અરજણભાઈ ૧૦ લાખ અને આરીફભાઈ ૬ લાખ રૂપિયાની વધારાની માગણી કરી રહ્યા હતા. વારંવાર ફોન કરી અને ઘરે આવીને પરેશાન કરતા હતા. આ ત્રાસથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હતો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
