<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

પોરબંદરમાં વાહન અકસ્‍માતો અટકાવવા રખડતા ઢોરના ગળે રેડીયમ પટ્ટીઓ

હાઇવે ઉપર રાત્રે રખડતા ઢોર વાહન ચાલકોને દેખાતા નથી

પોરબંદર,તા.૧૨ : લીમડા ચોક,બાબુ ગોલાઈ, જયુબેલી બોખીરા વિસ્‍તારમાં  વાહન અકસ્‍માત અટકાવવાના ના ઉપાયો માં રખડતા ઢોર  ને ગળામાં રેડિયમ પટા લગાવાવા માટે નો ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ .

આ ઝુંબેશમાં કે .એન.અઘેરા અને  ટ્રાફિક શાખા ની ટીમ અને શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર  પ્રમુખ રાજભાઈ પોપટ, પ્રતિક ભાઈ ઠકરાર અને તેમની  ટીમ દ્વારા આ કામગીરી કરવા મા આવેલ જેમાં  ગાયો માટેના રેડિયમ પટ્ટાનું   આયોજન કરવામાં આવ્‍યું હતું.

  હાઈવે ઉપર તેમજ રાજમાર્ગો પર વારંવાર પશુઓના લીધે અકસ્‍માત થતા હોય છે રાત્રિના સમયમાં પશુઓ વાહન ચાલકોને દેખાતા ન હોય તેના લીધે અવારનવાર અકસ્‍માત થતા હોય છે  અકસ્‍માત અટકાવવા માટે શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર તેમજ પોરબંદર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ ખાસ કામગીરી કરવામાં આવી હતી

(2:22 PM IST)