હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરના એરપોર્ટ ઉપર અઢી વર્ષ બાદ ર૯ મીથી મુંબઇની પ્રથમ ફલાઇટનું મંગલાચરણ
અર્જુનભાઇ મોઢવાડીયા અને મનસુખભાઇ માંડવીયા દ્વારા પુનઃ ફલાઇટ ચાલુ કરાવવાના પ્રયાસો સફળ અઠવાડીયામાં મંગળવાર અને ગુરૂવાર બે વખત નિયમીત ઉડાનઃ પોરબંદર-મુંબઇ સ્પાઇસ જેટની ફલાઇટનું ભાડુ પ્રારંભે ઘટાડવામાં આવતા મુસાફરોને રાહત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧રઃ અઢી વર્ષ બાદ બંધ સિવિલ એરપોર્ટ ઉપરથી ર૯ મીથી પોરબંદર-મુંબઇની પ્રથમ ફલાઇટ શરૂ થઇ રહી છે. સ્પાઇટ જેટની આ ફલાઇટનું ભાડુ પ્રારંભે ઘટાડવામાં આવતા મુસાફરોમાં રાહત થઇ છે. પોરબંદર-મુંબઇનું શરૂઆતમાં ભાડુ પ૬૦૦ થી ૬૦૦૦ સુધી રાખવામાં આવ્યું છે.
પોરબંદરનું એરપોર્ટ છેલ્લા અઢી વર્ષથી ધુળ ખાય રહયુ હતુ અનેક રજુઆત કરવા છતા ફલાઇટો શરૂ ના થતાં લોકોમાં નિરાશા જોવા મળી હતી. પરંતુ આગામી ૨૯માર્ચથી પોરબંદર મુંબઈ વચ્ચેની ફલાઈટો શરૂ થવા જઈ રહી છે જેનું બુકીંગ પણ શરૂ થઇ ગયુ છે. ૨૯ માર્ચ શનિવારે સ્પાઈસ જેટની સ્પેશ્યલ ફ્લાઈટનું આગમન થશે તેમજ મુંબઈથી સવારે ૧૧.૩૫ કલાકે ઉડાન ભરશે અને બપોરે ૧.૦૦ કલાકે પોરબંદર એરપોર્ટ ખાતે આવશે, અને ૧.૨૫ કલાકે મુંબઈ જવા રવાના થશે .
ફલાઈટો ૧ લી એપ્રિલથી મંગળવાર અને ગુરુવાર સપ્તાહમાં બે વાર રેગ્યુલર ઉડાન ભરશે તેમજ પોરબંદર - મુંબઇ ફલાઈટની ટીકીટ થયો મોટો ઘટાડો શરુઆતમાં બાર હજારથી વધુ હતી જે હવે સ્ટાટિંગ પ્રાઈઝ ૫૬૦૦ થી ૬૦૦૦ સુધી રાખવામાં આવતા લોકોને રાહત થઇ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયાસોથી પોરબંદર-મુંબઈ વચ્ચે ફરી ફલાઇટો શરૂ થઇ હતી. અને આગામી સમયમાં અમદાવાદ સુધી ફલાઈટો શરુ થશે તેવી આશા છે. પોરબંદરના પ્રવાસને વેગ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
