તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 12th March 2025
આમરણમાં જવાનોની સાયકલ રેલીનું સ્વાગત

આમરણ : કચ્છથી પ્રસ્થાન થયેલ સીઆઇએસએફ જવાનોની કચ્છથી કન્યાકુમારી સુધીની કોસ્ટલ સાયકલ રેલી આમરણ ખાતે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સીઆઇએસએફ ના પ૬માં સ્થાના દિન નિમિતે દરિયાઇ કાંઠાળ વિસ્તારના નાગરિકો ડ્રગ્સ જેવી અન્ય અસામાજિક પ્રવૃતિઓ સામે લોકો સાવધ રહે તેવા સંદેશા સાથે અધિકારીઓ સહિત કોસ્ટલ સાયકલોથોન જવાનો અહીંના ડાયમંડનગર ખાતે આવી પહોંચતા ગામ લોકો અને વિવિધ શાળાઓના બાળકોએ ત્રિંગા સાથે ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું. કાસુન્દ્રા પરિવારના શ્રી બહુચરાજી મંદિરના સાન્નિધ્યમાં આગેવાનો દ્વારા ચા-પાણી - નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અધિકારીઓ જવાનોએ ભવ્ય સ્વાગત બદલ ખુશી વ્યકત કરી આભારની લાગણી વ્યકત કરી હતી. એક કલાકના વિરામ બાદ રેલીને ભાવભીન વિદાય અપાઇ હતી. (તસ્વીર - અહેવાલ : મહેશ પંડયા-આમરણ)
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
