<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

જુનાગઢમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન સંચાલિત ત્રિમૂર્તિ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ અને નેહરુ પાર્ક સોસાયટી દ્વારા ઉજવાયો હોરી રસિયા મહોત્‍સવ .

 

જુનાગઢઃ જગતગુરુ  શ્રીમદ વલ્લભાચાર્યચરણ શ્રી મહાપ્રભુજી ની  અસીમ અનુકંપાથી  પરમવંદનીય પ્રાતઃ સ્‍મરણીય    શ્રી.પૂ પા  ગૌ૧૦૮  શ્રી.  પ્રબોધકુમાર મહારાજ શ્રી ના આશીર્વાદ થી એવમ  શ્રી પૂ.પા.ગૌ.૧૦૮ શ્રી અભિષેક કુમાર  કુંજન વહુજી શ્રી પૂ.પા.ગૌ.૧૦૮ શ્રી  લાલન શ્રી   ચી.રક્ષિતકુમાર  એવમ  જનના સરકારના સાનિધ્‍યમાં ભવ્‍ય ફુલ ફાગ મહોત્‍સવ અલૌકિક રીતે વલ્લભીય પરિવાર દ્વારા નેહરુ પાર્ક સોસાયટી ખાતે ઉજવાયો હતો જેમાં વલ્લભીય કુળ દ્વારા રશિયાનું રસપાન શ્રી પૂ.પા.ગૌ.૧૦૮ શ્રી અભિષેક બાવા તેમજ કુંજન વહુ જી દ્વારા પધારેલ વૈષ્‍ણવોએ  હોળી રસિયાનો આનંદ માણ્‍યો હતો જેમાં   કીર્તન મંડળીના કિરણભાઈ વસવેલીયા તથા તેમની ટીમ દ્વારા મિત ફાગણ નો વૈષ્‍ણવ હોય આનંદ માણ્‍યો હતો  જેમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન તેમજ ત્રિમૂર્તિ મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના એમડી ડો.ડી.પી. ચીખલીયા  ડો. શૈલેષ જાદવ ડો. પ્રતીક ટાંક, ડો.  તન્‍વી કાચા,  ડો. રમ્‍યતા દયાતર,  ડો. ફોરમ ટાંક, ડો.  ફોરમ સોલંકી, ડો. ગૌરવ સોલંકી,  મહાત્‍મા ગાંધી કોલેજ ઓફ ર્નસિંગના ભાવનાબેન અમુભાઈ પોકીયા, અમુભાઈ પોકીયા ભાજપના કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ દવે  નહેરુપાર્ક સોસાયટીના  પ્રમુખશ્રી  નેરુ પાર્ક સોસાયટી ના વૈષ્‍ણવો ચાણકય એ બી સી ના સ્‍થાનિક  વૈષ્‍ણવો તેમજ ગોવર્ધન પાર્ક ના સ્‍થાનિક  વૈષ્‍ણવો હાજર રહ્યા હતા  અને આનંદસભર ફુલ ફાગ મહોત્‍સવ ની ઉજવણી કરવામાં આવી હતી  સમગ્ર કાર્યક્રમની   જાહેમત મનિષાબેન કોયાણી  અને તેમની ટીમ દ્વારા ઉઠાવવામાં આવી હતી. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ.

(4:19 PM IST)