હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જોડિયાના કુન્નડ ગામે આવેલ પૌરાણિક પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં ચોરી
તસ્કરો મંદિરમાં પ્રવેશી રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ ચોરી દાનપેટી પણ ઉપાડી ગયા

જામનગર : જોડિયાના કુન્નડ ગામે આવેલ પૌરાણિક પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરે ચોરીની ઘટના બની છે. મંગળવારની મોડી રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશી રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ ચોરી દાનપેટી પણ ઉપાડી ગયા હોવાનું સામે આવ્યું છે. મંદિરની દિવાલ કૂદી ચાંદીની મૂર્તિ તેમજ દાન પેટી લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા અને મંદિર પાછળથી દાન પેટી તોડી તેમાંથી રોકડ ઉપાડી તસ્કરો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે.
જોડીયા પંથકમાં આવેલા ધાર્મિક સ્થાનમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. હોળી પહેલા દ્વારકા અને સોમનાથ દર્શન કરવા મહંત અવધેશદાસજી મહારાજ ગયા હતા અને આવ્યા ત્યારે જ ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પૂજારી રૂમમાં સુતા હતા ત્યારે રૂમને બહારથી બંધ કરી તસ્કરો એ ચોરી કરી કરતા પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ ચલાવાઇ રહી છે.
(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
