News of Thursday, 13th March 2025
બાબરાના ખેડુત મયંકસિંહ પરમારનું હૃદય બેસી જતાં મૃત્યુ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. બાબરામાં પોલીસ લાઇન પાછળ દાનેવ નગરમાં રહેતાં મયંકસિંહ દેશળભાઇ પરમાર (ઉ.વ.૪૪) ગઇકાલે બપોરે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો શરૂ થયા બાદ બેભાન થઇ જતાં બાબરા, આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર મયંકસિંહ ખેતીવાડી ધરાવતાં હતાં. તેઓ ત્રણ ભાઇમાં નાના હતાં અને એક બહેન છે. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ બાબરા પોલીસને જાણ કરી હતી
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
