<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

જામનગરમાં અનેક ગુન્‍હાનો ફરાર આરોપી ઝડપાયો

 જામનગર, તા.૧૩:  પંચ એ ડીવી પોલીસ સ્‍ટેશન કલમ ૬૫(એ), ઇ,૮૧,૯૮ (૨) મુજબના ગુનાના કામે  આરોપી પાર્થ ઉર્ફે જાબલી જીતેન્‍દ્રભાઇ કટીયારા ભાનુશાળી ઉ.વ. ૨૭ ધંધો મજુરી રહેદિ પ્‍લોટ-૬૧ આશાપુરા માતાજીના મંદિર પાસે જામનગર વાળાને હાપા રેલ્‍વે સ્‍ટેશન જવાના રસ્‍તા ઉપર થી પકડી પાડી સોપી આપેલ છે.

મજકુર ખારોપી પ્રોહીબીશનની ગેરકાયદેસર ની ગુનાહિત આમાજીક પ્રવળત્તિ ચલાવતો હોય જેથી તેમન વિરૂધ્‍ધમાં સને ૨૦૨૨ તથા સને ૨૦૨૩ મા પાસા દરખાસ્‍ત કરવામાં આવેલ જે પાસા મંજુર થતા મજકુરને ડીટેઇન કરી જેલમાં મોકલી આપવામાં આવેલ હતો.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોર તથા પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરસ્‍પાલસિંહ સોય, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુમિતભાઇ શીયાર, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરસ તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:36 PM IST)