News of Thursday, 13th March 2025
ઉના પંથકના ત્રણ યુવાનોના અકસ્માત
મૃત્યુના કેસમાં એક કરોડ ૧૪ લાખનું વળતર

રાજકોટ તા.૧૩ઃ ઉના પંથકમાં સાત વર્ષ પહેલા ક્રેન અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ત્રણ યુવકના મૃત્યુ નીપજયા હતા. જેમાં મૃતકના પરિવાર દ્વારા વળતર મેળવવા માટે કરેલા કલેઇમ કેસમાં અદાલતે ૧.૧૪ કરોડનું વળતર મંજુર કરી રકમ વીમા કંપનીને ચૂકવવા હુકમ કર્યો છે.
ઉનાળા વડાલા વિસ્તારમાં રહેતા ઈકવાલ નુર મોહમ્મદભાઈ શેખ અબ્દુલા ખા પઠાણ અને આગ્રાના શિવમ મહેન્દ્રભાઈ ચોરસિયા સહિત ત્રણેય યુવાનો જીજે ૧૧ એબી ૯૦૮૯ નંબરની કાર લઈને ઉના નજીક બોરડા ગામના પાટીયા પાસે પહોંચતા ત્યારે બંધ હાલતમાં પડેલ જીજે ૧૨ ડીજે ૮૨૩ નંબરની ક્રેન સાથે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણેયના મોત નીપજ્યા હતા. ત્રણેય યુવાનો પરિવારના આધાર સ્તંભ હોવાથી ત્રણેય યુવાનો જે કમાતા હતા તે કમાણીની તેમના ફેમીલીને નુકશાની ગયેલ હોય જેનુ વળતર મેળવવા મૃતકના પરિવાર દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટમાં વળતર મેળવવા માટેનો કલેઇમ કેશ દાખલ કરેલો હતો. ત્રણેય કલેઇમ કેશો કોર્ટમાં ચાલી જતા ગુજરનારના વારસદારોના વકીલ શ્યામ ગોહિલની ધારદાર દલીલને ધ્યાનમાં લઈ એડીશનલ સેશન્સ જજ એ ગુજરનાર ઇકબાલ નુરમહમદ શેખના કલેઈમ કેશમાં ૮૬ લાખ, ગુજરનાર શીવમ ચોરસીયા-આગ્રા-યુ.પી.વાળાના કેશમાં ૨૦.૫૦ લાખ તેમજ અબ્દુલા નથુખા પઠાણ કે જેઓ પોતે બનાવમાં આરોપી હતા તેથી તેના કેશમાં ૭.૭૭ લાખ જેટલુ વળતર મંજુર કરેલુ હતું. મૃતકોના વારસદારોને ૩૦ ટકા રકમ ક્રેન વિમાકુયુ.ધી ન્યુ ઇન્ડિયા. અને ૭૦ ટકા રકમ કારની વિમા કુ. ચોલામંડલમએ માસ ૧ માં ચુકવવાનો હુકમ કરેલો હતો. ગુજરનાર અબ્દુલા નથુખાના વારસદારોને માત્ર ક્રેનની વીમા કંપની એજ ઉપરોકત વળતર માસ ૧ માં ચુકવવાનો હુકમ કરેલો છે. અરજદારવતી રાજકોટના એડવોકેટ શ્યામ જે. ગોહિલ, હિરેન જે. ગોહિલ, મીરા એસ.ગોહિલ, પુનીતા વેકરીયા(પટેલ), અશોક કે. લુભાણી(કોળી), દીવ્યેશ કણઝારીયા, હિરેન કણઝારીયા અને મોહીત ગેડીયા રોકાયેલા.(૨.૧૫)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
