<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ચોટીલા મંદીર પાસે પાર્કીંગના નામે રૂા. ૧૦૦ની ઉઘરાણી કરાતા ભાવિકોમાં ભારે કચવાટ

ચોટીલા રોડ ઉપર ઓવરબ્રીજનું કામ તાત્‍કાલીક થાય તો ટ્રાફીક સહિતની સમસ્‍યા હલ થઇ જાય

રાજકોટ, તા., ૧૩: ભાવીકોના આસ્‍થાના પ્રતિક શ્રી ચામુંડા માતાજી મંદીર ચોટીલા ખાતે દર્શનાર્થે આવતા ભાવિકોને પાર્કીગ માટે રૂા. ૧૦૦ ચુકવવા પડતા હોવાથી ભાવિકોમાં ભારે કચવાટ ફેલાયો છે.

ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદીરે દરરોજ મોટી સંખ્‍યામાં ભાવીકો ઉમટી પડે છે અને પુજન-અર્ચન તથા દર્શનનો લાભ લે છે. પરંતુ અહિં કાર લઇને આવતા ભાવીકોને પાર્કીંગના નામે રૂા. ૧૦૦ આપવા પડતા હોવાથી મુશ્‍કેલી પડી રહી છે.  અહીં પાર્કીગ કરવા માટે રૂા. ૧૦૦ ચુકવવાના બોર્ડ પણ મુકવામાં આવ્‍યા છે. જો કે આ અંગે મંદીરના જવાબદારોને કોઇ જાણ ન હોવાનું જાણવા મળ્‍યું છે. મંદીરની બાજુમાં ખુલ્લી જગ્‍યા છે. તે ખાલી હોય છે ત્‍યાં જો પાર્કીગ થાય તો ભાવીકોને પાર્કીગ માટે રૂપીયા આપવા ન પડે. આ અગાઉ પ૦ રૂા. લેવામાં આવતા હતા પરંતુ હવે પાર્કીંગ માટે ડબલ ભાવ કરી દેવામાં આવતા ભાવીકોમાં ભારે રોષ વ્‍યાપી ગયો છે.

ચોટીલા મંદીર પાસે રોડ ઉપર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવે તો ટ્રાફીક સહિતના પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેમ છે. આ માટે ગાંધીનગર સતાવાળાઓ યોગ્‍ય કરે તેવી પણ ભાવીકોમાંથી માંગ ઉઠી છે.

(4:18 PM IST)