News of Friday, 14th March 2025
કાલાવડમાં કપાસ ભરેલ ટ્રક વીજ લાઈન સાથે અડી જતા એકનું મોત
રાધેશ્યામ ગૌશાળા પાસેથી પસાર થતો હતો ત્યારે દુર્ઘટના: ટ્રક હાઈ વૉલ્ટેજ વીજ લાઈન સાથે અડી જતા ટ્રકમાં આગ લાગી :ઇજાગ્રસ્ત એકને સારવાર માટે રાજકોટ ખસેડાયો

જામનગર : કાલાવડમાં કપાસ ભરેલ ટ્રક વીજ લાઈન સાથે અડી જતા એકનું મોત નીપજ્યું છે, કપાસ ભરેલ ટ્રક કાલાવડ ના રાધેશ્યામ ગૌશાળા પાસેથી પસાર થતો હતો ત્યારે જ દુર્ઘટના ઘટી હતી ટ્રક હાઈ વૉલ્ટેજ વીજ લાઈન સાથે અડી જતા ટ્રકમાં આગ લાગી હતી
કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જયારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત થયેલા એકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ આગ બુજાવી હતી( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
