<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

કેશોદના ઈસરામાં ધુણેશ્વર દાદાનો મેળાનો આનંદ માણતા લોકોઃ ધુળ ચડાવી દર્શનનો મહિમા

આજુબાજુના વિસ્‍તારોના લોકો મોટી સંખ્‍યામાં મેળાનો લાભ લે છે મેળામાં ચા પાણી ભોજન પ્રસાદી રમકડા કટલેરી ખાણી-પીણીના સ્‍ટોલ મનોરંજનના સાધનો અશ્વ દોડ કિર્તન મંડળી સહીતનું આયોજન થાય છે

(કમલેશ જોશી દ્વારા) કેશોદ તા.૧૫: તાલુકાના ઈસરા ગામે નાગદેવતા ધુણેશ્વર દાદાનું પૌરાણિક અને ઐતિહાસિક ધુણેશ્વરધામના નામથી ઓળખાતું નાગદેવતાનું મંદિર આવેલ છે જ્‍યાં વર્ષોથી ધુળેટીના દિવસે મેળો યોજાય છે મંદિર અને બાજુમાં આવેલ વળક્ષોને મનમોહક લાઈટીંગથી શણગારવામાં આવે છે.

આ મેળાની વિશેષતા એ છે કે ધુણેશ્વરદાદાને ધુળ ચડાવવામાં આવે છે શ્રધ્‍ધાળુઓ એક ખોબો ધુળ ચડાવે છે તે ઉપરાંત શ્રીફળથી પારણાં નીમક તથા ઘઉની ઘુઘરી ધરવામાં આવે છે.

સૌરાષ્‍ટ્રભરમાં અને જુનાગઢ જીલ્લામાં એક માત્ર ઘુણેશ્વરદાદાનું આ મંદિર એવું છે જ્‍યાં આજુબાજુના આસરે પચ્‍ચીસથી પણ વધારે ગામોના લોકો જેમને ત્‍યાં પ્રથમ પુત્રનો જન્‍મ થાય તેને ધુળેટીના દિવસે ધુણેશ્વરદાદાને સવા મણની ઘઉની ઘુઘરી ધરવામાં આવે છે અને તેની પ્રસાદી લેવામાં આવે છે તો કોઈ સિમાડેથી  ભો ભરતા મંદિર સુધી આવે છે.

આ મેળામાં ખાણીપીણીના સ્‍ટોલ. કટલેરી બજાર. રમકડાના સ્‍ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરે છે જે ખરીદી કરનારાઓની પણ ભારે ભીડ જોવા મળે છે.

ધુણેશ્વરદાદાના મંદિરના લાભાર્થે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવે છે જેમાં જુદા જુદા ગામોના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિઃસ્‍વાર્થ ભાવે સેવા આપવામાં આવે છે તેમાંથી એકઠું થતું ફંડ ધુણેશ્વરદાદાના મંદિરના સેવાકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે મેળામાં અશ્વ દોડ હરીફાઈ પણ આકર્ષણનું કેન્‍દ્ર બને છે આજુબાજુના ગામોના અશ્વ પાલકો અશ્વોને શણગારી મેળામાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે જેમાં રેવલ ચાલ, દોડ હરીફાઈ યોજવામાં આવે છે.

ધુણેશ્વર દાદાના મેળામાં ધુળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડે છે આખો દિવસ મેળાની મોજ માણે છે આ મેળામાં આજુબાજુના પચીસથી પણ વધારે ગામોના લોકો મેળાનો લાભ લે છે વર્ષો પહેલાં આ મેળામાં શણગારેલા બળદ ગામડાઓમાં લોકો મેળો કરવા આવતા અને બળદ ગાડાની હરીફાઈઓ પણ યોજાતી ધીમે ધીમે ટ્રેક્‍ટર ફોરવ્‍હીલ તથા બાઈકો સહીતના વાહનોની સગવડો વધતી જતા હાલમાં બળદ ખાડાઓ જવલ્લે જ જોવા મળે છે ઘોડેસવાર ઘોડા દોડાવવાની હરીફાઈ કરે છે.

ધુણેશ્વર દાદાના સાનિધ્‍યમાં યોજાતા મેળામાં ધુણેશ્વર દાદા સમિતી દ્વારા ચા પાણી ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે કોઈ જાતનું ફંડ લેવામાં આવતું નથી લોકો સ્‍વેચ્‍છિક અનુદાન આપે તે સ્‍વીકારવામાં આવે નહી છે યોજાયેલ મેળામાં મોટી સંખ્‍યામાં ભાવીકો જોવા મળે છે અઢારે વરણ નાત જાતના ભેદભાવ વગર મેળાના આનંદ સાથે ધુણેશ્વર દાદાના મંદિરે ધુળ ચડાવી દર્શનનો લાભ લે છે.(૨.૧૦)

(10:26 AM IST)