News of Saturday, 15th March 2025
ગઢડા(સ્વામીના)થી અયોધ્યા સુધીની ૧૬૦૦ કી.મી.ની પદયાત્રા યોજાઈ
આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજ, ભાવી આચાર્ય શ્રી નળળગેન્દ્રપ્રસાદજી મહારાજના આશિર્વાદથી ઘનશ્યામ વલ્લભ સ્વામી અને એસ.પી.સ્વામીનું સુંદર આયોજન : ૧૦૦ સાંખ્ય યોગીની બહેનો, ૧૫૦ પુરુષો અને ૧૫૦ મહિલાઓ સાથેની યાત્રા જય શ્રી રામ નામના નારા સાથે અયોધ્યા મંદિરમાં પહોચતા રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ શ્રી ચંપતરાયજીએ પદયાત્રીઓનું સ્વાગત કર્યુઃ ૪૩ દિવસે પદયાત્રા વિના વિઘ્ને પૂર્ણ થઈઃ ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજનો ૫૧ મો જન્મદિવસ અયોધ્યા ખાતે અત્યંત ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો

(વિજય વસાણી દ્વારા) અયોધ્યા, તા.૧૫: અયોધ્યામાં ૫૦૦ વર્ષ પછી રામ મંદિર બન્યા બાદ દેશ વિદેશમાંથી ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ જઈ રહ્યો છે ત્યારે કોઈ ભક્તો સાયકલ ઉપર કોઈ દંડવત કરીને કે ચાલીને તેમની આસ્થા અને શ્રદ્ધા મુજબ જતા હોય છે ત્યારે ગઢડા(સ્વામીના) થી ૪૦૦ હરીભકતોનો સંઘ ચાલીને ગઈકાલે અયોધ્યા પહોંચતા મંદિરના ટ્રસ્ટીઓ અને સંતો મહંતોએ દરેક પદયાત્રીઓનુ સન્માન કરી આવકાર્યા હતા.
ગઢડા(સ્વામીના) સ્વામિનારાયણ મંદિરેથી યોજાયેલ આ પદયાત્રાનો પ્રારંભ ગત ૩૦ જાન્યુઆરીના રોજ થયો હતો જે ગઈકાલે અયોધ્યા પહોંચી ગયા હતા અને આજે સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયા પહોંચી ગયા છે જ્યાં અનેક સંતો મહંતો અને આવેલા હરિભક્તો દ્વારા આ પદયાત્રાનું ભાવ પૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રામાં સામેલ ૧૦૦ સાંખ્ય યોગીની બહેનો, ૧૫૦ પુરુષો અને ૧૫૦ મહિલાઓ સાથેની યાત્રા જય શ્રી રામ નામના નારા સાથે અયોધ્યા મંદિરમાં પહોંચી ત્યારે રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ શ્રી ચંપતરાયજીએ પદયાત્રીઓનું રામ જન્મભૂમિમાં સ્વાગત કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે હવે સનાતનનો યુગ શરૂ થઈ ગયો છે.
આ પદયાત્રાનુ સુંદર આયોજન જેના આશિર્વાદથી થયુ હતુ તેવા આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજ,ભાવી આચાર્ય શ્રી નળળગેન્દ્રપ્રસાદજી મહારાજ, સુંદર આયોજનના સફળ આયોજકો ઘનશ્યામ વલ્લભ સ્વામી અને એસ.પી. સ્વામીનુ અને બીજા સંતોનુ રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપતરાયજી,ગોપાલજી અને પંકજજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજ પણ થોડા દિવસ આ યાત્રામાં સામેલ થયા હતા ગઈકાલે તેમના ૫૧ મો જન્મ દિવસ હોય અયોધ્યા ખાતે અનેક સંતો મહંતો, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પદયાત્રીઓ અને સ્થાનિક હરિભક્તોની હાજરીમાં અત્યંત ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
આ યાત્રાના આયોજક એસ.પી. સ્વામીના જણાવ્યા મુજબ ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી આ યાત્રામાં કોઈ જ વિઘ્ન આવ્યું નહોતું ૪૦૦ પદયાત્રીઓ અને બીજા સ્વયંસેવકોને વચ્ચે કોઈ અગવડતા ન પડે એ માટે રાત દિવસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ યુ.પી. અને મધ્યપ્રદેશમાંથી આ યાત્રા પસાર થઈ એ દરમિયાન સ્થાનિક સરકાર અને સ્થાનિક પોલીસ દ્વારા દરેક જગ્યાએ ખૂબ જ સહકાર આપવામાં આવ્યો હતો.આ યાત્રામાં ભોજન પ્રસાદ માટે તેમજ વચ્ચે કોઈને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો મેડિકલ ટીમ પણ સાથે જ રાખવામાં આવી હતી.
‘અકિલા' સાથેની વાતચીતમાં એસ.પી. સ્વામી એ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના જન્મ સ્થળ છપૈયા ખાતે આજે સાંજે આ યાત્રા પહોંચશે ત્યારબાદ આ પદયાત્રાને વિરામ આપવામાં આવશે. યાત્રાના રૂટ દરમિયાન વચ્ચે આવતા અનેક ધાર્મિક અને સામાજિક સ્થળોએ પદયાત્રીઓને સનમાનિત કરવામાં આવ્યા હતા તેમજ ધાર્મિક અને સાંસ્કળતિક કાર્યક્રમના પણ અનેક સ્થળે આયોજન રાખવામાં આવ્યા હતા.
૧૬૦૦ કિલોમીટર લાંબી આ પદયાત્રા ૪૩ દિવસે વિના વિઘ્ને પૂર્ણ થઈ હોય આ પદયાત્રાના આયોજકો આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજ, આચાર્ય નળગેન્દ્રપ્રસાદજી મહારાજ, ઘનશ્યામ વલ્લભદાસ,એસ.પી. સ્વામી તથા બીજા સંતો તેમજ પદયાત્રીઓએ ભગવાન રામચંદ્રજીનો અને સ્વામિનારાયણ ભગવાનનો આભાર માન્યો હતો.(૬.૭)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
