News of Saturday, 15th March 2025
લખતર પંથકના ગેથળાની વીડમાં આગ ભભૂકી
૯૦૦ વિઘામાં આગ ફેલાતા ત્રણ ગામોના ખેડૂતોને નુકશાન થયાની ભિતીઃ કાબુમાં લેવાના પ્રયાસો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૫: ગેથળાના વીડમાં આગ લાગવાનો કોલ આવતા જ ફાયરબ્રિગેડ ટીમે પાણીના ટેન્કર થકી વીડને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો. વીડની આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યાની ઘટનાની જાણ થતાં લખતર મામલતદાર પોલીસના કાફલા સાથે ઘટનાસ્થળ પર પંહોચ્યા. લખતર સ્ટેટના વેડમાં ૯૦૦ વીઘાની અંદર આગ ફેલાઈ ચૂકી હોવાથી આસપાસના ત્રણ ગામનો વિસ્તાર આગના ભરડામાં આવે તેવો ગ્રામજનોને ભય છે.
વીડમાં લાગેલ ભીષણ આગથી લખતર કડું તરમણીયા તેમજ આદલસર ગામના ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. વીડમાં લાગેલ આગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ પર કાબુ મેળવ્યા બાદ તપાસ થશે કે આખરે કેટલું નુકસાન થયું છે. આગ પર કાબુના મેળવાય ત્યાં સુધી ત્રણ ગામના ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલ આગમાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. થાનગઢના મગફળીના ગોડાઉનમાં લાગેલ આગમાં ખેડૂતોને મોટું નુકસાન થયું. આગમાં મગફળીના મોટા જથ્થો હતો જે બળીને ખાખ થઈ ગયો. અને હવે લખતરમાં ગેથળાના વીડમાં આગ લાગવાની ઘટનાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.(૨.૧૫)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
