<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

હોળી નિમિત્તે રાખેલ જમણવારમાં નહી જતા મોરકંડાધારના રબારી યુવાનનું ઢીમ ઢાળી દીધુ

જામનગરમાં વાઇળના પ્રસંગે રબારી શખશો વચ્‍ચે સર્જાયેલ મારામારી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: હોળી નિમિતે યોજાયેલ જમણવારના પ્રસંગ બાબતેના મનદુઃખના કારણે મોરકંડાધાર રહેતા મના ઉર્ફે મુન્ના રબારીનું ઢીમ ઢાળી દેતા છ શખ્‍સો સામે ફરીયાદ નોંધાવાઈ છે.

તાલુકાના મોરકંડાધાર પર રહેતા અરજણ સુધાભાઈ હુણ રબારીએ પંચ બી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૩ ના રોજ હોળીના તહેવારમાં વાઈળનો પ્રસંગ હોય ફરીયાદીના લતામાં બે જગ્‍યાએ જમણવાર હોય જેથી ફરીયાદી તથા તેના ભાઈ  આરોપી મુકેશ ભુરાભાઈ હુણને ત્‍યાં જમવા ન ગયેલ હોય જેથી આરોપી મુકેશએ તે બાબતનું મનમાં રાખી મના ઉર્ફે મુન્ના સાથે ગાળા ગાળી અને બોલાચાલી કરી એક ઝાપટ મારેલ.

ત્‍યાર બાદ આ બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ મુકેશ ભુરાભાઈ હુણ, દેવાભાઈ ભુરાભાઈ હુણ, ભરત ભુરાભાઈ હુણ, ભુરાભાઈ લખમણભાઈ હુણ (રહે. મોરકંડાધાર યુનો પેટ્રોલપંપની પાછળ) અને વેજાભાઈ કાનાભાઈ હુણ, દેવરાજ નાથાભાઈ હુર (રહે. બંન્ને જામનગર)એક સંપ થઈ ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી પોતાના ઘરે ફળીયામાં ગયેલ અને મુકેશએ ફરીયાદીના ફળીયામાં પડેલ લાકડાનો કટકો ઉપાડી  મના ઉર્ફે મુન્નાના માથામાં એક ઘા મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડતા  ત્‍યાંજ નીચે પડી જતા આરોપીઓએ લાકડીઓ વડે શરીરે આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી અને ફરીયાદી તથા સાહેદ દેવરાજ મુન્‍નાને છોડાવવા વચ્‍ચે પડતા આરોપીઓએ તેમને તથા ફરીયાદીને મારી નાખવાના ઈરાદે માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ઘા મારી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી તેમજ ગંભીર ઈજાઓ પહોંચાડી ગુન્‍હો કરેલ છે.(૨૩.૭)

(2:00 PM IST)