News of Saturday, 15th March 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો નીચે ઉતરતા ફરી પરોઢીયે ઠંડકનો ચમકારો
લોકોને મોડી રાત્રીના અને વહેલી સવારે ગરમીમાં રાહત અનુભવાઇ

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો ફરી નીચે ઉતરતા પરોઢીયે ઠંડકનો ચમકારો અનુભવાયો હતો.જો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરના સમયે અસહ્ય ઉકળાટ યથાવત છે. લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી આસપાસ સ્થિર છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.૭, મહત્તમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૮૬ ટકા, પવનની ગતિ ૮, કિ. મી. રહી હતી.
ખંભાળીયા પંથકમાં સવારે ધુમ્મસ છવાયુ
ખંભાળીયા : ખંભાળીયા શહેર તથા હાઇવે પરના રસ્તાઓ પર આજે વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગાઢ ધુમ્મસ છવાયું હતું ભારે ધુમ્મસથી વીમીબીલીટી તરત ઘટી ગઇ હતી તથા ઝાકાળના પાણીની અસર વીજ વાયરો પર થતા સવારના ત્રણ-ચાર વખત વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. જો કે વીજ તંત્રએ જહેમત લઇને પૂર્વવત પુરવઠો કર્યો હતો. પણ ભારે ઝાકળના પગલે તાપમાનનો પારો ઉંચો જવા સંભાળતા છે. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા) (પ-રર)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
