News of Saturday, 15th March 2025
બેટ દ્વારકાધીશ મંદીરમાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો
ઠાકોરજીને ધરાવવામાં આવ્યો ફગવા ભોગ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧પઃ આજે યાત્રાધામ બેટ દ્વારકામાં પણ ઠાકોરજીના શયનસ્થાન ગણાતા દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ નિમિતે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ઊજવણી કરવામાં આવી હતી. સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકાધીશ મંદિરે પહોચવું સુલભ બન્યુ હોય એક સપ્તાહથી ફુલડોલના ધર્મમય માહોલમાં તેમજ હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ફુલડોલ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. આજે બેટ દ્વારકાધીશ મંદિરમાં સવારે ૧૧.૩૦ થી ૧૨.૦૦ સુધી ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તેમજ ઠાકોરજીને ફગવા ભોગ ધરાવવામાં આવ્યા હતા. આવતીકાલ તા.૧૫મીએ દ્વિતીયા પાટોત્સવની ઉજવણી કરાશે જેમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે ૭.૩૦ કલાકે, મોર આરતી સવારે ૮ કલાકે, શળંગાર આરતી સવારે ૧૧.૩૦ કલાકે, મધ્યાહન આરતી બપોરે ૧૨ કલાકે તેમજ ઠાકોરજીને મીઠા જળ બપોરે ૧ કલાકે યોજાયા હતા તેમજ સાંજે શ્રીજીના ઉત્થાપન દર્શન તેમજ રાત્રે ૮ કલાકે શ્રીજીના શયન દર્શન યોજાશે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા) (૪.૨૩)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
