<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

દ્વારકામાં ફુલડોલ ઉત્‍સવનો ૬,૯૩,૪૦૦ ભાવિકોએ દર્શનનો લાભ લીધો

હોળી-ધુળેટી પર્વમાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટયા : અબીલ-ગુલાબની છોળો સાથે શ્રી કૃષ્‍ણ ભગવાન સાથે રંગે રમ્‍યાનો ઉત્‍સાહ છવાયો

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧પ : દેવભુમી દ્વારકામાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં હોળી-ધુળેટી પર્વમાં ફુલડોલ ઉત્‍સવનો ૬,૯૩,૪૦૦ ભાવિકોએ શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વઙ્ઘસિધ્‍ધ દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્‍સવ નિમિતે હજારો ભાવિકોની ઉપસ્‍થિતિમાં ઊજવણી કરવામાં આવી હતી. આશરે દસ દિવસથી યાત્રાધામમાં હોળી ફુલડોલના ધર્મમય માહોલમાં તેમજ ભાવિકોની ઉપસ્‍થિતિમાં ફુલડોલ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજે બપોરે ૧.૩૦ કલાકે વારાદાર પૂજારી દ્વારા ઠાકોરજીની ઉત્‍સવ આરતી કરવામાં આવી હતી જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ પ્રત્‍યક્ષ તેમજ દેશ-વિદેશના લાખો કળષ્‍ણભકતોએ લાભ લઈ ભાવવિભોર બન્‍યા હતા.

ફુલડોલ ઉત્‍સવમાં પહોંચેલા હજારો ભાવિકો ઠાકોરજી સંગ ઉત્‍સવ મનાવવા ખૂબ જ ઉત્‍સુક હતા. આજે બપોરે ૧.૩૦ થી ૨.૩૦ વાગ્‍યા સુધી ‘જય રણછોડ ના શુભ નાદ સાથે કાળિયા ઠાકોરના સાંનિધ્‍યમાં અબીલ ગુલાલની છોળો રેલાવી ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ફુલડોલ ઉત્‍સવની ઊજવણી કરવામાં આવી હતી. હજારો ભાવિકોએ કાળિયા ઠાકોરજી સંગે ફુલડોલ ઉત્‍સવ મનાવી જાણે કાન્‍હા સાથે રંગે રમ્‍યાનો અનેરો ઉત્‍સાહ ચોમેર જોવા મળ્‍યો હતો.

દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે ૧.૩૦ કલાકે ઠાકોરજીની ઉત્‍સવ આરતી બાદ વારાસદાર પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજીના ઉત્‍સવ સ્‍વરૂપ બાલ ગોપાલજીને વિશેષ તૈયાર કરાયેલા ઝુલામાં ઝુલાવ્‍યા હતા. પૂજારી પરિવાર તેમજ ભાવિકોને કાન્‍હાના બાલ સ્‍વરૂપને ઝુલે ઝુલાવવાનો અલભ્‍ય લહાવો મળ્‍યો હતો. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા) (૪.૨૨)

(11:40 AM IST)