News of Saturday, 15th March 2025
થાનગઢના સરોડી ગામે મહિલાની છેડતી બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા યુવાનની હત્યા
ધુળેટીના દિને બનેલી ઘટનાથી ગામમાં શોકઃ છૂટા પડાવવા ગયેલ મનસુખ સરવૈયાને જ છરીના ઘા મારી દીધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧પઃ થાન તાલુકાના સરોડી ગામે મહિલાની છેડતી બાબતે તકરાર કરવામાં આવી હતી જેમાં વચ્ચે પડેલા યુવક મનસુખ ભુપતભાઈ સરવૈયા ના ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે..
મનસુખ ભુપતભાઈ સરવૈયાને પ્રથમ વાંકાનેર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનું મોત નીપજવા પામ્યું હતું ત્યારબાદ સુરેન્દ્રનગર તેના મળતદેહને પીએમ માટે લાવવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા થાન પીઆઇ તેમજ ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તમામ પ્રકારની હાલ તપાસ ચાલી રહી છે..
ગામમાં કોઈ અન્ય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ના કથડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા જે મળતક મનસુખ ભુપતભાઈ સરવૈયા છે તેના પરિવાર ઉપર પણ આ ફાટી પડ્યું છે કારણ કે તકરાર થતી હતી તે દરમિયાન છુટા પડાવવા આ યુવક ગયો હતો અને તેના જ ગળાના ભાગે ઘા જીકી અને તેની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે જેના દ્વારા હત્યા કરવામાં આવી છે તેની શોધખોળ ચાલુ છે.
મળતક ના મળતદેહને પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં નાની એવી બાબતે હત્યાની ઘટનાઓ બની રહી છે અને ધુળેટીના પર્વના દિવસે જ આ પ્રકારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ખૂનથી હોળી રમવામાં આવી હોવાનો સરોડીમાં ઘાટ સર્જાઈ જવા પામ્યો છે જોકે હત્યાની ઘટના બન્યા બાદ ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે હાલ હત્યારાની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાવી છે અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
