<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ગોંડલમાં પૂ. નાથાલાલ જોશી અને રમાબેન જોશીની દિવ્‍ય મુર્ર્તિની પ્રાણ-પ્રતિષ્‍ઠા વિધી

ગઇકાલથી શરૂ થયેલ ધર્મોત્‍સવમાં દરરોજ મોટી સંખ્‍યામાં ઉમટતા ભાવિકોઃ કાલે વિરામ : મહાપ્રસાદ સવિશેષ સત્‍સંગ, નવચંડી યજ્ઞ સહિતના કાર્યક્રમો

ગોંડલ : તસ્‍વીરમાં પૂ. નાથાલાલ જોશી તથા પૂ. રમાબેન જોશીની મૂર્તિ તથા  ફાઇલ ફોટો. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ : ગોંડલમાં પૂ. નાથાભાઇ જોશી અને પૂ. રમાબેન જોશીની પ્રાણ-પ્રતિષ્‍ઠા વિધી અંતર્ગત ભવ્‍ય ધર્મયાત્રા યોજાઇ હતી. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ) (૯.૧પ)

ગોંડલ, તા. ૧પ :  ગોંડલમાં પ.પૂ. નાથાલાલ હ. જોશી અને પ.પૂ. રમાબેન નાથાલાલ જોશીની દિવ્‍ય મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ ગઇકાલથી ગોંડલમાં આવેલ ‘‘શ્રૃતિ''  ખાતે શરૂ થયો છે. જેમાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહ્યા છે અને પૂજન, અર્ચન, દર્શનનો લાભ લઇ રહ્યા છે.

અ.સૌ. ઇન્‍દિરાબેન જોશી ભટ્ટ, દિલીપભાઇ ભટ્ટ, ડો. ભાવિન ભટ્ટ, અ.સૌ. તાનિયા ભાવિન ભટ્ટ, ચિ. અર્ચા ભટ્ટની આગેવાનીમાં ધર્મોત્‍સવ યોજાયો છે. આજે શનિવારે નવચંડી યજ્ઞ પ્રારંભ : સવારે ૮ વાગ્‍યે, બીડું હોમવાનો સમય : બપોરે ૧ વાગ્‍યે, મહાપ્રસાદ : બપોરે ૧.૩૦ વાગ્‍યાથી, સવિશેષ સત્‍સંગ : સાંજે પ થી ૭,  મહાપ્રસાદ : સાંજે ૭.૩૦ વાગ્‍યાથી, ફરતા ગરબા : રાત્રે ૯ થી ૧૦.૩૦ યોજાશે. તા. ૧૬ નેરવિવારે રાજોપચાર પૂજન તથા પરમ પૂજનીય ભાઇ અને પરમ પૂજય બેનની મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠા, પૂજનઃ સવારે ૮ વાગ્‍યે, મહાપ્રસાદ : બપોરે ૧ વાગ્‍યાથી  યોજાશે.  ભાવિકોને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે. (૯.૧૪)

(12:29 PM IST)