<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

દેવભૂમી દ્વારકા પોલીસ ફુલડોલ ઉત્‍સવમાં સેવા-સુરક્ષાના દ્રષ્‍ટીકોણથી કાર્યરત રહી

શી-ટીમ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્‍દ્રની ટીમ સહિતના જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં શ્રધ્‍ધાળુઓને સતત મદદમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧૫: હોળી - ધુળેટી (ફુલડોલ) ઉત્‍સવ દરમ્‍યાન સમગ્ર ભારતભરમાંથી ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન માટે બહોળી સંખ્‍યામાં પગપાળા પધારતા શ્રદ્ધાળુઓ માટે સતત સેવા અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી  દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ કાર્યરત રહી હતી.

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (આઇપીએસ), રાજકોટ વિભાગ, રાજકોટનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય (આઇપીએસ) દેવભૂમિ દ્વારકા નાઓની અધ્‍યક્ષતામાં દ્વારકા -બેટ દ્વારકા ખાતે ઉજવાતા ભવ્‍ય ફુલડોલ ઉત્‍સવ દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરીસ્‍થિતી જાળવવા તથા શાંતિમય રીતે ઉત્‍સવ ઉજવાય તે માટે ના.પો.અધિક્ષક દ્વારકા વિભાગ તથા મંદીર સુરક્ષા, ના.પો.અધિક્ષક ખંભાળીયા વિભાગ, ના.પો.અધિક્ષક હેડ ક્‍વાટર, જિલ્લા તથા જિલ્લા બહારના પોલીસ અધિકારીઓ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા તથા સલામતી વ્‍યવસ્‍થાપન આયોજન કરવામાં આવેલ હતુ. આ ઉત્‍સવમાં આશરે ૧૪૦૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનો બંદોબસ્‍ત તા. ૦૯ થી તા. ૧૪ સુધી કાર્યરત રાખવામાં આવેલ. આ હોળી ધુળેટીના ફુલડોલ ઉત્‍સવમાં આશરે ૬,૯૩,૪૦૦ જેટલા દર્શનાર્થીઓએ દ્વારકાધીશના દર્શનનો લાભ મેળવેલ છે.

ફુલડોલ ઉત્‍સવમાં ભકતોની સુરક્ષા માટે રાજકોટ રેન્‍જમાંથી પોલીસ, જિલ્લા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી/ એસ.આર.ડી. તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત કુલ- ૧૪૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓની બંદોબસ્‍તમાં ફાળવણી કરવામાં આવેલ. ભગવાન શ્રીદ્વારકાધીશના દર્શને આવતા યાત્રાળુઓ માટે કીર્તિસ્‍તંભ ખાતે એક પોલીસ કંટ્રોલરૂમ ૨૪/૭ કલાક કાર્યરત કરવામાં આવેલ. જેથી યાત્રાળુઓને ત્‍વરિત રીતેની જરૂરી સહાય મળી રહે.

દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે લોકોની સેવા માટે રાખવામાં આવેલ લ્‍ણ્‍ચ્‍-વ્‍ફર્ૂીળ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ. પોલીસ સહાયતા કેન્‍દ્ર તેમજ વિવિધ સ્‍થળો પરપોઈન્‍ટવાઇઝ પોલીસ સતત ખડેપગે રહી નમ્રતાપૂર્વકનો ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત જાળવવામાં આવેલ જેમાં પણખાસ કરીને વયોવળદ્ધ, બાળકો. નાના બાળકો સાથેની મહિલાઓ, દિવ્‍યાંગજનો તેમજ શારીરિક રીતે અશક્‍ત ભક્‍તોની સેવા માટે વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવેલ.  ચિલ ઝડપ, ખિસ્‍સાકાતરી, મોબાઈલ ચોરી, સામાન ચોરી વગેરે ગુન્‍હા બનતા અટકાવવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સ્‍થાનિક પોલીસની ટીમોદ્વારા સતત રીતેની વોચ તથા ૨૪/૭ કલાક પેટ્રોલિંગ રાખી દર્શનાર્થીઓની સેવામાં સતત હાજર રહેલ હતા.

ધાર્મિક યાત્રા દરમિયાન અનેક પદયાત્રીઓ લાંબા અંતર સુધી ચાલવાના કારણે થાકી જાય અગર તો કેટલાક વળદ્ધ અને શારીરિક રીતે અશક્‍ત શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં દર્શનાર્થીઓની ભીડને કારણે સરળ રીતે પ્રવેશ નહી મળવાથી તેઓ ભગવાનના દર્શનથી વંચિત ન રહી જાય તે સારુ આવા શ્રદ્ધાળુઓની મુશ્‍કેલીઓને ધ્‍યાનમાં રાખીને તેઓની સુરક્ષાને ધ્‍યાને લઇ વિશેષ પ્રકારે મદદરૂપ બની પોલીસ સ્‍ટાફ દ્વારા તેમને જાતેથી ઇ રીક્ષા અગરતો વ્‍હીલ ચેર મારફતે મંદિરે લઈ જઈસુરક્ષિત રીતે દ્વારકાધીશના દર્શન કરાવી ધન્‍યતા અનુભવવામાં આવેલ. આ ઉપરાંત દુર દુરના સ્‍થળોએથી પગપાળા ચાલીને આવતા પદયાત્રીઓ માટે વિશેષ રૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા એક ખાસ પ્રકારની પદયાત્રીઓની પાયાની જરૂરીયાતોને ધ્‍યાને લઇ પુરતી સગવડતા ધરાવતો પોલીસ સેવા કેમ્‍પ પણ સ્‍થાપિત કરી પદયાત્રીઓની સેવાનો લાભ મેળવવામાં આવેલ. ઉત્‍કળષ્ટ કામગીરી અને શ્રધ્‍ધાળુઓ માટે મદદઃ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા બેટ દ્વારકા ખાતેના ફુલડોલ ઉત્‍સવ દરમ્‍યાન શ્રધ્‍ધાળુઓ માટે વિશેષ સેવા પૂરી પાડવામાં આવી હતી.

જેમાં  દ્વારકા ખાતે SHE-Team. પોલીસ સહાયતા કેન્‍દ્ર તેમજ પોઈન્‍ટ પરની પોલીસતેમજ દ્વારકાધીશ મંદિર સુરક્ષાદ્વારા આશરે વિખૂટા પડેલ ૨૮૪ જેટલા વયોવળદ્ધ, બાળકો. પરિજનો કે હેતુમિત્રોને શોધી આપેલ. ગુમ થયેલ માલ સામાન પૈકી કુલ ૭૩ જેટલા સામાન શોધી આપી સબંધિત માલિકને પરત સોપવામાં આવેલ. શારીરીક રીતે અશકત કુલ ૨૩૦૨ જેટલા યાત્રાળુઓને દર્શન કરાવવામાં આવેલ. ૧૫ જેટલા વિદેશી દર્શનાર્થીઓને દર્શન કરાવવામાં મદદ કરવામાં આવેલ હતી.(૬.૧૦)

(12:29 PM IST)