<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સાયલાના ધનાળા ગામે સરકારી દવાખાનામાં આગ લાગીઃ મેડીકલ સાધનોનો નાશ થઇ ગયો

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૫: સાયલાના ધજાળા ગામે આવેલ પીએચસી સેન્‍ટર પર આગની ઘટના બની છે. આ આગ વહેલી સવારે લાગતાં મોટું નુકસાન થયું છે. પીએચસી સેન્‍ટરમાં રહેલ વેક્‍સિન, ચાર જેટલા કોમ્‍પ્‍યુટર, બે ફ્રીજ, સ્‍ટેબિલાઇઝર, તમામ રેકોર્ડ, ટેબલ, ખુરશી, સહિત આગમાં સળગીને નાશ પામ્‍યા છે. સ્‍થાનિક લોકોને પીએચસી સેન્‍ટરમાં આગની જાણ થતા તુરંત આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. ધજાળા ગામે પીએચસી સેન્‍ટરમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરાય તે પહેલા જ મોટા પ્રમાણમાં તમામ સામાન સળગી ચુકયો હતો. હાલ ડોક્‍ટર સહિત ગ્રામજનો હાજર રહી નુકસાન બાબતે તેમજ આગ લાગવાનું કારણ તપાસી રહ્યા છે હાલ આગનું કારણ શોર્ટ સર્કિટથી થયા હોવાનું અનુમાન છે.

સાયલા પાસે કાર ઉંધી વળી

સાયલાના ગોસળ ગામ પાસે દ્વારિકાથી સાયલા પરત આવતા બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્‍ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્‍યો હતો. ત્‍યારે કાર પલટી મારી જતા ૪૦ વર્ષના દીનેશભાઈ મોહનભાઈ જોગરણા, ૫૦ વર્ષના રસુબેન મોહનભાઈ, ૩૦ વર્ષના જગાભાઈ મોહનભાઈને ગંભીર ઈજા થઇ હતી. આ બાબતની સાયલા ૧૦૮ને જાણ થતાં ઘટના સ્‍થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્‍ત દિનેશભાઈ અને રસુબેનને સારવાર માટે સાયલા દવાખાને લઈ જવામાં આવ્‍યા હતા.

વગડીયામાં જુગાર દરોડો

મૂળી પીઆઇ પી.બી. લક્કડનાં માર્ગદર્શન હેઠળ સ્‍ટાફનાં વિશુભા પરમાર, હરપાલસિંહ, રાયસંગભાઇ સહિતનાં પેટ્રોલિંગમાં હતા. ત્‍યારે વગડિયા ગામે ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમી વિશ્વરાજસિંહને મળતા પભાભાઇના મકાન પાસે વગડીયાનાં હરજીભાઇ ધમાભાઇ ફિસડીયા, રમેશભાઇ ગેલાભાઇ સારલા, રામજીભાઇ મનુભાઇ ફિસડીયા, હિતેશભાઇ રાધવજીભાઇ પનારા અને જનકભાઇ નરશીભાઇ બાટીયાને પોલીસે ઝડપી રૂ. ૧૦,૫૬૦ રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(12:30 PM IST)