<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

બોટાદના ગઢડાના પોલીસ કોન્‍સ્‍ટેબલ પ્રહલાદ બાવળીયાનો આપઘાત

અમદાવાદના ધંધુકાના રહેવાસી યુવકના આપઘાતના કારણની તપાસ

બોટાદ તા.૧૫: બોટાદના ગઢડામાં પોલીસ કોન્‍સ્‍ટેબલે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા અરેરાટી વ્‍યાપી છે.

બોટાદના ગઢડાથી એક દુઃખદ સમાચાર સામે આવ્‍યા છે. અમદાવાદ જિલ્લાના ધંધુકાના રહેવાશી અને ગઢડા પોલીસમાં ફરજ બજાવતા ૨૮ વર્ષના પ્રહલાદ બાવળીયાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્‍યો હતો. ઘટનાસ્‍થળેથી કોઇ સ્‍યુસાઇડ નોટ જેવું મળ્‍યું નથી. એટલા માટે કયા કારણોસર આત્‍મહત્‍યા કરી તે તપાસનો વિષય છે.

(1:30 PM IST)