News of Saturday, 15th March 2025
જામનગરમાં એમ.પી શાહ વળદ્ધાશ્રમે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવારે તિલક હોળી કરીને વૃદ્ધો સાથે હોળીની ઉજવણી કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં ધુળેટીના રંગોના પર્વ ઉપર છેલ્લા એક દશકાથી એમ.પી શાહ વળદ્ધાશ્રમ ખાતે રહેતા વળદ્ધો સાથે રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેનો પરિવારે ધુળેટીના પર્વની તિલક કરીને વળદ્ધો સાથે હોળીની ઉજવણી કરી હતી અને વળદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. જામનગરમાં એમ.પી શાહ વળદ્ધાશ્રમમાં આવેલા છે.ત્યાં વળદ્ધો સાથે ધુળેટીના રંગોના પર્વ તિલક હોળી કરીને ઉજવવાની પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) છેલ્લા એક દસકાથી સતત પરંપરા ચાલુ રહી છે. આ વર્ષે પણ એવો તેમના પત્ની તેમના પુત્ર અને પુત્રવધુ સાથે તેઓએ વળદ્ધો પાસે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ વળદ્ધોને ધુળેટીના પર્વ ઉપર મ્હો મીઠું કરવાની સાથે અલ્પાહાર કરાવેલ હતું.પછી તેઓએ આપણી હિન્દુ ધર્મની પરંપરા અને સંસ્કળતિ મુજબ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેના પરિવારજનોએ વળદ્ધોને તિલક હોળી કરીને વળદ્ધોની સાથે ઉજવણી કરી હતી. જાડેજા પરિવારે વળદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાએ જણાવ્યું હતું કે રંગોના પર્વ ધુળેટીની જેમ વળદ્ધોના જીવનમાં હમેશા તંદુરસ્તી,શાંતિ વાળું બની રહે તેવી પ્રાર્થના કરી હતી આ અંગે એમ પી શાહ વળધ્ધાશ્રમના ટ્રસ્ટી શરદ શેઠ એ પૂર્વ રાજ્યમંત્રી હકુભા છેલ્લા બાર વર્ષથી અહીંયા આ ધુળેટીના પર્વ ઉપર ઉજવણી કરે છે. તેઓ સેવાના કાર્યને બિરદાવ્યું હતુ. તેમજ દિવાળી પછી નૂતન નવા વર્ષેનો પ્રાંરભ તેમના પરિવાર સાથે અહીંયા વળદ્ધાશ્રમના વડીલો ના ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) પરિવાર આશીર્વાદ મેળવવા આવે છે. વળદ્ધોએ પણ પ્રેમપૂર્વક જાડેજા પરિવાર સાથે વિચાર ગોષ્ઠી કરતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
