<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સાવરકુંડલા ખાતે ખેતાણી પરિવાર દ્વારા ધુળેટી પર્વ નિમીતે કીટ વિતરણ કરાયું

 

(દીપક પાંધી દ્વારા)સાવરકુંડલા, તા.૧૫: સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા હોળીના પાવન અવસર પર માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્‍યું હતુ ચંપકલાલ છગનલાલ ખેતાણીની પુણ્‍યતિથિ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી વસ્‍તુઓની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ૧૮૫૦ પરિવારોને રાશનકીટ આપીને હોળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરવામાં આવી હતી.

ખેતાણી પરિવાર દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વિના મૂલ્‍યે છાશ કેન્‍દ્ર, ગરમ કપડાંનું વિતરણ, થેલેસેમિયા કેમ્‍પ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્‍ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવે છે. ઉનાળા દરમિયાન ૨૮૦૦થી વધુ પરિવારોને વિના મૂલ્‍યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્‍દ્રો માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્‍ડેશન મુંબઈ (સાવરકુંડલાવાળા) દ્વારા ચલાવવામાં આવે છે.

ખેતાણી પરિવારે નિઃસ્‍વાર્થ ભાવે આ સેવાકાર્ય કરીને સમાજમાં -ેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું છે. પરિવારના સભ્‍યોનું માનવું છે કે, ‘‘સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન મહાવીર સ્‍વામીના આદર્શોને અનુસરીને અમે સમાજસેવાના કાર્યો કરીએ છીએ. હોળી પર્વ જરૂરિયાતમંદોને ખુશ કરવામાં અમને આનંદ થાય છે.‘‘

આ સેવાકાર્યમાં પ્રદીપભાઈ દોશી, પરાગભાઈ ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી, દીપકભાઈ માલાણી, મુકેશભાઈ ત્રિવેદી, જયંતીભાઈ વાટલીયા, નંદલાલભાઈ સાદીયા, જતીનભાઈ પંડયા, શૈલેષભાઈ ચરખાવાળા, સતીશભાઈ પાંડે, દીપકભાઈ પાંધી અને મૈત્રી ડેવલોપરની ટીમે સહયોગ આપ્‍યો હતો.

ખેતાણી પરિવારનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. આવા સેવાભાવી કાર્યોથી સમાજમાં સહકાર અને એકતા વધે છે.(

(1:58 PM IST)