<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

અંજારના ભવાનીપુર આવેલા નજીક હિંગોરજા વાંઢના પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયા :4 બાળકોના મૃતદેહ મળ્યા: એકની શોધખોળ :જુઓ વિડીયો

પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને 4 મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા : કરુણ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી

અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. જેથી ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 4 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે એક બાળકની શોધખોળ હાલ ચાલું છે. આ કરુણ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
અંજાર પ્રાંત અધિકારી એસ જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉદય પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને 4 મૃતદેહોને તળાવમાંથી બહાર ખસેડી લીધા છે અને આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.

(9:58 PM IST)