News of Sunday, 16th March 2025
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.૨૯ માર્ચના રોજ યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :માર્ચ-૨૦૨૫ માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જે બેઠક આગામી તારીખ ૨૯/૦૩/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
