<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

માળિયા-કચ્છ હાઈવે પરથી રીક્ષામાં દારૂની હેરાફેરી કરનાર ઇસમ ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :માળિયા કચ્છ હાઈવે પરથી સીએનજી રીક્ષામાં ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે ૧.૫૮ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૮૯૮૭ વાળીને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને રીક્ષા સહીત કુલ રૂ ૧,૫૮,૨૩૨ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

(1:36 AM IST)