<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

ક્લાવડી ગામના પાટિયા નજીક ત્રિપલ સવારી એકટીવા અને ઇકો કાર વચ્‍ચે જોરદાર ટક્કરરઃ એકટીવા ચાલક યુવાનનું કમકમાટી ભર્યુ મોત

અકસ્માતમાં એકટીવા ચાલક ગોપાલ ઉર્ફે વિશાલ પરબત બાંભવા (ઉ.વ.૧૯) વાળાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જયારે ઇકો કાર ચાલક સિંધાવદર ગામના રહેવાસી વિશાલ ધારાભાઇ બાંભવા હોવાનું ખુલ્‍યુ છે

વાંકાનેરઃ  ક્લાવડી ગામના પાટિયા નજીક ત્રિપલ સવારી એકટીવા અને ઇકો કાર અથડાતા એકટીવા ચાલક યુવાનનું મોત થયું હતું જયારે પાછળ બેસેલ બે યુવાનને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના સિંધાવદર ગામના રહેવાસી વિશાલ ધારાભાઈ બાંભવાએ આરોપી ઇકો કાર જીજે ૦૩ જેસી ૭૧૮૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ઇકો કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી સામેથી આવતા એકટીવા જીજે ૩૬ એડી ૬૦૬૯ સાથે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં એકટીવા ચાલક ગોપાલ ઉર્ફે વિશાલ પરબત બાંભવા (ઉ.વ.૧૯) વાળાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પાછળ બેસલ ફરિયાદી વિશાલ ધારાભાઈ બાંભવા અને સંદીપભાઈને ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:17 PM IST)